રસ્તા વચ્ચે પતિ પત્ની વચ્ચે થઇ ગઈ કોઈ વાતને લઈને માથાકૂટ, ભર બજારમાં લાગ્યા ઝઘડવા, કોઈએ વીડિયો બનાવીને કરી દીધો વાયરલ… જુઓ

બજારની વચ્ચે જ વાસણથી પતિને માર મારવા લાગી પત્ની, પતિએ જેમ તેમ છીનવી લીધું વાસણ તો પત્નીએ કર્યું એવું કે… જુઓ વીડિયો

પતિ અને પત્ની વચ્ચે સામાન્ય રીતે ઝઘડા થતા જ હોય છે. પરંતુ મોટાભાગના ઝઘડાઓ ઘરની અંદર જ થતા જોવા મળે છે. પરંતુ ક્યારેક એવું પણ બની જતું હોય છે કે ક્યાંક ફરવા માટે ગયા હોય કે પછી બજારમાં ખરીદી કરવા માટે ગયા હોય ત્યાં પણ તેમના વચ્ચે ઝઘડા થઇ જતા હોય છે અને આવા ઝઘડા જોવા માટે લોકોના પણ ટોળા જામતા હોય છે.

ત્યારે ઘણીવાર બજારમાં થતા આવા ઝઘડાઓના વીડિયો પણ કોઈ મોબાઈલમાં કેદ કરી લેતા હોય છે અને પછી તેને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ તે વાયરલ પણ થઇ જતા હોય છે. હાલ પતિ પત્નીના ઝઘડાનો એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને ભર બજારમાં એકબીજા સાથે ઝઘડતા જોવા મળે છે.

આ વીડિયોને ટ્વિટર પર હસના ઝરૂરી હૈ નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. 15 સેકન્ડની ક્લિપમાં, એક આધેડ યુગલ બજારમાં જ ઝપાઝપીમાં કરતું જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં મહિલા તેના પતિને રસ્તા પર વાસણથી માર મારી રહી છે. પુરુષ કોઈક રીતે પત્નીના હાથમાંથી વાસણો છીનવી લે છે.

વાસણ છીનવીને પતિ પણ પત્નીને તેનાથી મારવાનો અભિનય કરે છે. ઝપાઝપી દરમિયાન જ્યારે પતિ વાસણ છીનવી રહ્યો હતો ત્યારે મહિલાએ તેને થપ્પડ મારી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 45 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વાયરલ વીડિયો પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે હું સિંગલ છું એ સારી વાત છે.

Niraj Patel