ભૂખથી ભૂંડું કોઈ નહીં ! જોઈ લો જરા આ વીડિયો ! વ્યક્તિને ભૂખ લાગી તો વરસતા વરસાદમાં જમીન પર પડેલું ખાવાનું પણ ખાઈ લીધું ! રડાવી દેનારો વીડિયો

ઘણા લોકો એવા હોય છે જેમને ખોરાકનું મહત્વ ખબર નથી હોતું, તે હોટલમાં કે કોઈ લગ્નમાં જમવા માટે જતા હોય છે ત્યારે ખુબ જ બગાડ કરતા હોય છે. પરંતુ બીજી તરફ ઘણા એવા લોકો પણ હોય છે જેમને બે ટંકનું જમવાનું પણ નસીબ નથી થતું. ઇન્ટરનેટ ઉપર ઘણા વીડિયો સામે આવે છે જેમાં ભૂખથી પીડાતા લોકો પણ જોવા મળે છે. હાલ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ભૂખનો એક દયનિય નજારો જોવા મળી રહ્યો છે.

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમે ચોંકી જશો. માણસ ભૂખ્યો છે પણ તે લાચાર છે. ભારે વરસાદમાં જ્યાં લોકો ખૂણામાં અથવા શેડ નીચે ઊભા રહેવાની જગ્યા શોધે છે, ત્યાં વ્યક્તિ વરસાદમાં ભીના થઈને રસ્તાના કિનારે સ્કૂટી નીચે પડેલો ખોરાક ખાવા માટે મજબૂર બને છે. આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતા જ લોકો અચંબામાં પડી ગયા હતા.

ભીંજાયેલો માણસ પોતાના ખોરાકને સ્કૂટીની નીચે રાખીને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે જેથી વરસાદના પાણીથી તેનો ખોરાક બગડે નહીં. લાખો લોકોએ આ વીડિયો જોયો કે તરત જ દિલ દ્રવી ઉઠ્યું અને તેની મદદ માટે આગળ આવવા લાગ્યા. ઘણા લોકો આ વીડિયોને જોઈને પોતાના અલગ અલગ પ્રતિભાવ આપી રહ્યા છે.

વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘દરેક વ્યક્તિ તેની લાચારીને સમજી શકતો નથી.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આ માટે નેતાઓની સાથે અમે બધા જવાબદાર છીએ.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘લેખકે લખ્યું છે કે સંપત્તિ તમારી સાથે નહીં જાય, પરંતુ એવું નથી લખ્યું કે જીવનમાં ઘણું કામ આવશે.’ ચોથા યુઝરે લખ્યું, ‘આપણે બધાએ મળીને આવા જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ.’

Niraj Patel