હૃતિક રોશનના પરિવાર ઉપર તૂટ્યો દુઃખોનો પહાડ, પરિવારના આ વ્યક્તિનું થયું નિધન, આજે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

હૃતિક રોશનના ઘરમાં આ સૌથી નજીકના વ્યક્તિનું થયું નિધન, કરોડો ફેન્સની આંખોમાં આંશુ આવી ગયા

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા હૃતિક રોશનના પરિવારમાંથી હાલ એક ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતાના દાદી પદ્મા રાનીનું 91 વર્ષની વયે નિધન થયું છે. તે પ્રખ્યાત દિગ્દર્શક સ્વર્ગસ્થ જે ઓમપ્રકાશના પત્ની હતા. વૃદ્ધાવસ્થાના કારણે તે લાંબા સમયથી પથારીમાં હતા. તેમણે 16 જૂનના રોજ એટલે કે આજે લગભગ ત્રણ વાગ્યે ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

મુંબઈના વિલે પાર્લે સ્મશાનગૃહમાં સવારે 10.30 વાગ્યે પદ્મા રાનીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પદ્મા રાની લાંબા સમય સુધી પથારીવશ હતા. ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે તેમનું નિધન થયું છે. તેમના પતિ જે ઓમ પ્રકાશનું 7 ઓગસ્ટ 2019ના રોજ અવસાન થયું. તેઓ પિંકી રોશનના પિતા હતા. પદ્મા રાની ઓમપ્રકાશ છેલ્લા 2 વર્ષથી રોશન પરિવાર સાથે રહેતા હતા. પિંકી રોશન માતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. તસવીરોમાં પદ્મા રાની ઘણીવાર બેડ પર સૂતા જોવા મળતા હતા.

અભિનેતા હ્રતિક રોશન તેના બંને નાના-નાનીની ખૂબ જ નજીક છે. તેઓ તેમના નાનાને દેદા તરીકે બોલાવતા હતા, અભિનેતા હૃતિક રોશને તેમના નાનાજીનો 92મો જન્મદિવસ આખા પરિવાર સાથે ખુબ જ ધામધૂમથી ઉજવ્યો હતો, જેની તસવીરો શેર કરીને તેણે તેના ના માટે એક પ્રેમ ભરેલી નોટ પણ લખી હતી.

જે ઓમપ્રકાશ વિશે વાત કરીએ તો તેઓ જાણીતા નિર્માતા અને દિગ્દર્શક હતા. તેમણે દિગ્દર્શક તરીકેની શરૂઆત ફિલ્મ આપ કી કસમથી કરી હતી. ઓમપ્રકાશે અપના બનાલો, અપનાપન, આશા, અર્પણ, આદમી તોય હૈ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તેમણે આઈ મિલન કી બેલા, આસ કા પંછી, આયે દિન બહાર કે, આંખો આંખો મેં, આયા સાવન ધૂમ કે જેવી ઘણી હિટ ફિલ્મો બનાવી છે. જે ઓમપ્રકાશનું 93 વર્ષની વયે અવસાન થયું હતું.

Niraj Patel