શું તમે પણ કોઈ સારા બિઝનેસની શોધમાં છો ? તો શરુ કરો એવો બિઝનેસ જેમાં ક્યારેય નથી આવતી મંદી જાણો કેવી રીતે શરૂ કરવો ?

આ બિઝનેસ મંદીનો બાપ છે, એકવાર ચાલુ કરો એટલી કમાણી કે પૈસા ગણતા ગણતા થાકી જશો

આજે મોટાભાગના લોકોના નોકરી ધંધા કોરોના વાયરસના કારણે ચાલ્યા ગયા છે, ત્યારે લોકોના દિમાગમાં હવે એવો વિચાર આવતો હશે કે એવો કયો ધંધો કે રોજગાર છે જેમાં ક્યારેય મંદીનો સામનો ના કરવો પડે. જો તમે પણ બિઝનેસ શરૂ કરવા માંગો છો તો અમે તમને એક શાનદાર આઈડિયા બતાવવાના છીએ.

હાલમાં તમે જાતે જ અનુભવ્યું હશે કે ઓનલાઇન ફૂડની માંગ ખુબ જ વધી ચુકી છે. એવામાં તમે પણ તમારું પોતાનું રેસ્ટોરન્ટ ખોલીને સારી કમાણી કરી શકો છો. આ બિઝનેસની અંદર કમાણીની સાથે સાથે ગ્રોથ થવાની પણ સંભાવના ખુબ જ વધારે છે. ચાલો આજે તમને જણાવીએ કે આ બિઝનેસ કેવી રીતે શરૂ કરવો.

રેસ્ટોરન્ટનો વ્યવસાય કરવા માટે તમારે પહેલા કેટલીક બાબતો નક્કી કરવી પડશે, જેવી કે તમે વેજ રેસ્ટોરન્ટ ખોલવા માંગો છો કે નોન વેજ. ત્યારબાદ તમારે એ પણ નક્કી કરવું પડશે કે તમે માત્ર ફાસ્ટ ફૂડ ઉપર ફોક્સ કરવા માંગો છો કે પછી રેસ્ટોરન્ટમાં બધી જ વેરાયટી રાખવા માંગો છો. આ ઉપરાંત તમે થીમ બેઝ રેસ્ટોરન્ટ પણ શરૂ કરી શકો છો.

રેસ્ટોરન્ટ ખોલવા માટે એટલા રૂપિયાની પડશે જરૂર: 
સારી રેસ્ટોરન્ટ ખોલવા માટે તમારે ઓછામાં ઓછા 7થી 12 લાખ રૂપિયાની જરૂર પડશે. જો જમીન કે જગ્યા તમારી પોતાની છે તો આ કોસ્ટ ઓછી પણ થઇ શકે છે.

કેટલી જગ્યાની પડશે જરૂરિયાત:
રેસ્ટોરન્ટ ખોલવા માટે તમારે 700થી 1500 સ્કવેર ફૂટ જગ્યાની જરૂર પડશે. આ જગ્યા તમારી પોતાની ના હોય તો તમે તેને ભાડા ઉપર પણ લઇ શકો છો.

લાયસન્સની પડશે જરૂર:
રેસ્ટોરન્ટનો વ્યવસાય શરુ કરવા માટે તમારે ફૂડ સેફ્ટી લાઇસન્સ મેળવવું પડશે, જે ફૂડ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવે છે. આ માટે તમારે રેસ્ટોરાંની સંપૂર્ણ સ્ટ્રક્ચર, જમીનની માલિકી વગેરે પેપર તૈયાર કરીને વિભાગને બતાવવા પડશે. આરોગ્ય વિભાગ અને મહાનગરપાલિકા દ્વારા બીજુ આરોગ્ય લાઇસન્સ પણ આપવામાં આવે છે. જો તમે તેની સાથે બાર પણ ખોલવા માંગતા હોય તો તેનું લાઇસન્સ કલેક્ટર કચેરીમાંથી લેવું પડશે.

માર્કેટિંગ પણ જરૂરી ભાગ છે:
દરેક વ્યવસાય માટે માર્કેટિંગ ખુબ જ જરૂરી છે એમ તમારું રેસ્ટોરન્ટ ખોલ્યા બાદ અને પહેલા પણ તમે તેનું માર્કેટિંગ કરાવી શકો છો. આ માટે તમે સોશિયલ મીડિયા, સમાચાર પત્રોમાં જાહેરાત કે પોસ્ટર બેનર લગાવીને માર્કેટિંગ કરાવી શકો છો.

સ્ટાફનો પગાર:
રેસ્ટોરન્ટનો વ્યવસાય એકલા હાથે ચલાવી શકાય તેમ નથી. માટે જો તમારે રેસ્ટોરન્ટમાં સ્ટાફની જરૂર પડશે અને તેમને તમારી પગાર પણ ચૂકવવો પડશે. આ માટે તમે જરૂરિયાત પ્રમાણે સ્ટાફ રાખી શકો છો.

સામાન ખરીદતા રાખો ધ્યાન:
રેસ્ટોરન્ટમાં જરૂરિયાત પ્રમાણેનો સામાન ખરીદવા માટે કોઈ અનુભવી વ્યક્તિને સાથે રાખવો ખુબ જ જરૂરી છે. ઘણી એવી જગ્યાઓ છે જ્યાં હોટલને લગતા સમાન હોલસેલ ભાવમાં મળે છે. ત્યાંથી પણ તમે ખરીદી શકો છો. અથવા તો કોઈ રેસ્ટોરન્ટનો માલિક જો તેના રેસ્ટોરન્ટને બંધ કરતો હોય તો પણ તમે તેની સાથે ભાવ તાલ કરી તેનો સામાન ખરીદી શકો છો.

શરૂઆતમાં આવી શકે છે તકલીફ:
દરેક ધંધાની જેમ આ વ્યવસાયમાં પણ તમને શરૂઆતમાં તજલીફ આવી શકે છે. શરૂઆતમાં તમારે ખોટ પણ ખાવી પડી શકે છે. અને નફો પણ ઓછો મળે છે. પરંતુ જયારે તમારા રેસ્ટોરન્ટનો ટેસ્ટ લોકોની જીભ સુધી પહોંચી જશે પછી તમને સારી એવી કમાણી થશે.

Niraj Patel