રસોડા કે બાથરૂમની ગટરથી આવી રહ્યા છે વંદા , આ સરળ ટિપ્સથી કહો ‘ગુડબાય કોકરોજ’
રસોડામાં ખાવાનું બનાવતી કે બાથરૂમમાં ન્હાતા સમયે જો વંદા આવી જાય છે તો ઘરની મહિલાઓનો દિવસ ખરાબ થઇ જાય છે. વંદા ગંદકી ફેલાવવાનું મુખ્ય કારણ હોય છે. જેની ઘરમાં એન્ટ્રી ખાસ કરીને પાણી વાળી કોઇ જગ્યા કે ગટરમાંથી થાય છે. તેઓ સંક્રમણ જ નહિ પરંતુ ખાવાની વસ્તુઓને પણ દૂષિત કરે છે અને ફૂડ પોઇઝનિંગનું કારણ બની શકે છે. જો તમે પણ આવી કોઇ સમસ્યાથી પરેશાન છો તો જાણી લો એવી ટિપ્સ વિશે જે તમને વંદાથી છૂટકારો મેળવવામાં કામ આવી શકે.
1.ગરમ પાણી : ઘરની પાણીવાળી જાળી એટલે કે જે જગ્યા પર તમને લાગે કે વંદા આવી શકે છે તેના પર સમય સમય પર ગરમ પાણી નાખતા રહો. આવું કરવાથી જાળીની અંદર ગંદકી જમા નથી અને આનાથી વંદાથી છૂટકારો મળે છે. ગંદકી વંદા ના થવાનું મુખ્ય કારણ છે. જયારે તમે જાળી પર ગરમ પાણી નાખો છો તો પાણીની ગટરની અંદર વંદા મરી જાય છે.
2.બેકિંગ સોડા : બેકિંગ સોડાની મદદથી તમને સરળતાથી વંદાથી છૂટકારો મળી શકે છે. આ માટે જે જગ્યા પર વંદા વધારે થાય છે, ત્યાં બેકિંગ સોડા નાખવાનો. તેને રાત્રે એમનેમ જ રહેવા દો. આવું કરવાથી વંદા બેકિંગ સોડાની સ્મેલથી દૂર ભાગવા લાગે છે.
3.સફેદ સિરકા : વંદાથી બચવાનો ઉપાય સફેદ સિરકાનો ઉપયોગ કરો. આ માટે સિરકા અને પાણીની બરાબર માત્રાને સારી રીતે મેળવો અને તે બાદ આ તૈયાર થયેલ મિશ્રણને ગટરમાં નાખો અને વંદાથી છુટકારો મેળવો. આના ઉપયોગથી વંદા ભાગી જાય છે અને તેની સ્મેલથી નવા વંદા પણ આવતા નથી.
4.ગટરની અંદરના વંદા : ગટરની અંદરના વંદાને દૂર ભગાવવા માટે એક કપ નવસેકા પાણીમાં 2 ચમચી બેકિંગ સોડા નાખી તેનું મિશ્રણ બનાવી અંદર નાખો. આવું કરવાથી ગટરની અંદરથી વંદા મરી જાય છે અને તેનો વધારો થતો નથી.