મંડપમાં બેસીને રાહ જોતી રહી દુલ્હન, વરઘોડામાં વરરાજાને લઈને ભાગી ગઈ ઘોડી, જુઓ વીડિયો

છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લગ્નનો માહોલ જામ્યો નહોતો, પરંતુ આ વર્ષે ઠેર ઠેર ધામધૂમથી લગ્નો થતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં લગ્નનો ઠાઠમાઠ જોવા મળે છે. ઘણા વીડિયોની અંદર એવી ઘટનાઓ પણ જોવા મળે છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે અને આવા વીડિયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ જતા હોય છે.

લગ્નની અંદર વરઘોડાનું ખુબ જ મહત્વ હોય છે. દરેક વરરાજા તેમના વરઘોડાને લઈને ખુબ જ ઉત્સાહિત પણ હોય છે, આ સાથે જાનૈયાઓ પણ વરઘોડામાં ઝૂમવા તલપાપડ થતા હોય છે, ત્યારે હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તેમાં વરઘોડામાં એક એવી ઘટના બની જેને જાનૈયાઓનો જીવ તાળવે ચોંટાડી દીધો.

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વરરાજા તેના વરઘોડાની અંદર ઘોડી ઉપર બેઠો છે, ઘોડીવાળો તેની ઘોડીને નચાવી રહ્યો છે, આ દરમિયાન જ એક ફટાકડો ફૂટે છે અને ઘોડી ચમકી જાય છે, જેના બાદ ઘોડી વરરાજાને લઈને જ ભાગવા લાગે છે, જેની પાછળ ઘોડીવાળો પણ ભાગે છે.

 

View this post on Instagram

 

A post shared by memes | news | comedy (@ghantaa)

આ દૃશ્ય જોઈને વરઘોડામાં રહેલા લોકો પણ હેરાન રહી જાય છે અને ઘોડીનો પીછો કરવા માટે દોડે છે. આ દરમિયાન ત્યાં અફરા તફરીનો માહોલ પણ સર્જાય છે. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ઘણા લોકો કોમેન્ટ કરી અને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Niraj Patel