અરે બાપ રે… બારડોલીની યુવતીએ વીડિયો કોલની અંદર યુવક સાથે કરી એવી ગંદી હરકતો, પછી રેકોર્ડિંગ કરી અને કર્યું એવું કે..

બારડોલીમાંથી આવ્યો આંખ ઉઘાડનારો કિસ્સો, અજાણી યુવતીઓ સાથે વીડિયો કોલમાં વાત કરતા પહેલા ચેતી જજો

આજ કાળ ઠેર ઠેર હનીટ્રેપના કિસ્સાઓ બનાવની ઘટનાઓ આપણે સોશિયલ મીડિયા અને સમાચાર દ્વારા મેળવતા હોઈએ છીએ. ત્યારે આવો જ એક કિસ્સો બારડોલીમાંથી સામે આવ્યો છે. જ્યાં યુવતીએ વીડિયો કોલની અંદર યુવકને બીભત્સ હરકતો કરી અને લલચાવ્યા બાદ હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વરડોલીના એક વેપારીએ સોશિયલ મીડિયા દ્વારા અજાણી યુવતી સાથે મિત્રતા કરી હતી અને જેના બાદ બંને વીડિયો કોલમાં પણ વાત કરવા લાગ્યા. જેના બાદ યુવતીએ વીડિયો કોલની અંદર જ બીભત્સ હરકતો કરી અને તેનું રેકોર્ડિંગ પણ કરી લીધું હતું. જેના બાદ વેપારીને બ્લેકમેઇલ કરવામાં આવ્યો.

યુવતીની આવી હરકતો દ્વારા વેપારી યુવાન કંટાળી જતા તે યુવતીનો નંબર પણ બ્લોક કરી દીધો હતો, જેના બાદ યુવતીએ સોશિયલ મીડિયામાં તેનો આ અશ્લીલ હરકતો વાળો વીડિયો વાયરલ કરી યુવકને બદનામ કરતા આ અંગેની ફરિયાદ યુવકે બારડોલી પોલીસ મથકમાં નોંધાવી હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી પ્રમાણે બારડોલીના વેપારી યુવકને 13મેના રોજ સોશિયલ મીડિયા ઉપર જ એક યુવતીનો મેસેજ આવ્યો હતો. જેના બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ અને મિત્રતા આગળ વધી હતી. બંને રોજ વાતો કરતા, 2 દિવસ બાદ જ વીડિયો કોલમાં પણ વાત કરવાની શરૂઆત થઇ ગઈ હતી. જયારે 15 મેના રોજ યુવતીએ પહેલીવાર વીડિયો કોલ કર્યો ત્યારે વીડિયો કોલની અંદર બીભત્સ ચેનચાળા પણ કર્યા હતા. જેનાથી ઉત્સાહિત થઈને યુવકે પણ બીભત્સ હરકતો કરી હતી. પરંતુ યુવકને તે વાતનો અંદાજો નહોતો કે તેના દ્વારા કરવામાં આવેલી આ હરકતો તેને જ ભારે પડી જશે.

થોડી જ સમયમાં યુવતીએ યુવકને બેલમેઈલ કરવાનું શરુ કરી દીધું. પરંતુ યુવકે યુવતીની વાત માની નહિ અને તેનો નંબર બ્લોક કરી દીધો હતો. જેના બાદ યુવતીએ વીડિયો કોલમ થયેલી અશ્લીલ હરકતોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધી હતો. યુવકે બીજા કોઈ સાથે આવી ઘટના ના બને તે માટે થઈને બારડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ પોલીસે તપાસ શરુ કરી છે.

Niraj Patel