રંગ ભરેલી ડોલ જોઈને છોકરીઓએ કરી ઉઠક બેઠક, તો કોઈએ કર્યો ડાન્સ, હકીકત સામે આવી તો ઉડી ગયા હોશ, જુઓ ખતરનાક પ્રેન્ક વીડિયો

થોડા દિવસ પહેલા જ દેશભરમાં હોળીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ધુળેટીના દિવસે લોકો રંગોમાં તરબોળ થયેલા જોવા મળ્યા, જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા જોવા મળ્યા. ત્યારે આ દરમિયાન ઘણા લોકો પ્રેન્ક વીડિયો પણ બનાવતા હોવા મળ્યા હતા.

છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવાયો નહોતો, પરંતુ આ વર્ષે એ ખોવાયેલી રોનક ફરી પાછી આવી અને દેશભરના લોકોએ ધામધૂમથી આ તહેવારની પણ ઉજવણી કરી હતી, ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કેટલાક છોકરાઓ રસ્તા ઉપર ચાલતી છોકરીઓ સાથે એવો પ્રેન્ક કરી રહ્યા છે કે તેને જોઈને તમે પણ હેરાન રહી જશો.

આ એક પ્રૅન્ક વીડિયો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પ્રેન્ક કરવા વાળા છોકરા અચાનક રસ્તા પરથી પસાર થતી યુવતીઓ અને અન્ય લોકોને ઘેરી લે છે. તેના હાથમાં રંગીન ડોલ છે. પહેલા તો લોકો તેના પર ગુસ્સે થાય છે. તેઓ ખૂબ જ સારી રીતે સાંભળે છે, પરંતુ જ્યારે ખબર પડે છે કે આ પ્રૅન્ક વીડિયો બનાવવામાં આવી રહ્યો છે, ત્યારે લોકોનો ગુસ્સો ઓસરી જાય છે અને પછી તેઓ પણ હોળીની મજામાં સામેલ થઈ જશે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો બે વર્ષ પહેલાનો છે. જેને પ્રેન્કબુઝ નામની યુટ્યુબ ચેનલ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી લાખો લોકોએ નિહાળ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે છોકરાઓ છોકરીઓ તરફ રંગની ડોલ લઈને તેમના ઉપર ફેંકવાનું નાટક કરે છે અને છોકરીઓ પણ ગભરાઈ જાય છે.

એક છોકરી ઉઠક બેઠક કરવા લાગે છે તો વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે પ્રેન્ક કરવા વાળા કેટલાક લોકોને ડાન્સ કરવાનું પણ કહે છે અને તે રંગના ડરથી ડાન્સ પણ કરવા લાગે છે, પરંતુ જયારે તેમને હકીકત ખબર પડે છે કે ડોલની અંદર રંગ કે પાણી નથી અને તે ખાલી છે ત્યારે તે પણ હસવા લાગે છે.

Niraj Patel