રાશિ પ્રમાણે જાણો કેવી રહેશે તમામ 12 રાશિના જાતકોની હોળી? હોળીના દિવસે 100 વર્ષ પછી ચંદ્રગ્રહણ

ધાર્મિક દ્રષ્ટિએ માર્ચ મહિનો ઘણો મહત્વપૂર્ણ હોય છે, આ મહિનામાં હોળી જેવો મોટો તહેવાર મનાવવામાં આવે છે. ફાગણ મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની રાતે હોલિકા દહન કરવામાં આવે છે, અને તેના પછીના દિવસે રંગોની હોળી રમવામાં આવે છે. હિંદુ ધર્મમાં હોલિકા દહનને બુરાઇ પર અચ્છાઇની જીતનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાં આ વર્ષે હોળી 25 માર્ચ 2024ના રોજ મનાવવામાં આવશે. તો ચાલો જાણીએ આ વખતે હોળી પર્વ પર ચંદ્રગ્રહણના કારણે 12 રાશિના જાતકો પર શું અસર જોવા મળી શકે છે અને હોળીનો તહેવારો કેવો રહેશે.

1. મેષ – અ, લ ,ઈ (Aries): હોળીના દિવસે મેષ રાશિના જાતકોને યશ પદ અને ધનમાં વધારો થશે. આ સમય દરમિયાન વ્યક્તિની યોજનાઓને ગતિ મળશે. અચાનક આર્થિક લાભ થશે. વધુમાં આ રાશિના લોકોને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus):આ રાશિ ધરાવતા જાતકોના ધર્મ કાર્યમાં લાભ થાય. તેમજ આ સમય દરમિયાન ટૂંકી મુસાફરી પણ થઈ શકે છે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini):આ રાશિના લોકોમાં ખાસ ધંધાકીય વ્યક્તિને આકસ્મિક ઘરાકી આવવાથી વ્યાપારમાં લાભ રહે. નોકરિયાત વર્ગના લોકોને તેમના કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):આ રાશિ ધારકોના સ્વભાવમાં કેટલીક વિસંગતતા અને વિરોધાભાસ આવી શકે છે. ઉચ્ચાર અને ઉદ્વેગ રહે. આ સાથે ધાર્યું કાર્ય ન થાય.

5. સિંહ – મ, ટ (Leo):આ રાશિના મિત્રોની તબિયત નરમ-ગરમ રહે. તેથી તેમણે તબિયતનું ખાસ ધ્યાન રાખવું. તેમના વ્યવસાયમાં સફળતા મળી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo):આ રાશિના બંધુઓને જમીન, મકાન તથા વાહનના કાર્યમાં વ્યસ્તતા રહે. તથા તેમના દરેક કામમાં લાભ મળશે.

7. તુલા – ર, ત (Libra):આ રાશિ ધારકોને ખાસ તેમના અગત્યના કામકાજમાં સાનુકૂળતા રહે. વિદેશથી ધન લાભ થવાની શક્યતા રહેલી છે. આ સિવાય તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. બાળકોની પ્રગતિ થઈ શકે. વેપારમાં અનેકગણો વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધારો થાય. પ્રોપર્ટી ખરીદવાની શક્યતાઓ વધુ છે. તમારા કરિયરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio):આ રાશિની વ્યક્તિએ આ સમય દરમિયાન વધુ શ્રમ કરવો પડે. તેમના સ્વાસ્થ્યની પણ ખાસ કાળજી રાખવી પડશે. તમને ભૌતિક સુખ મળશે. આ ઉપરાંત તમે વાહન અને મિલકત હસ્તગત કરી શકો છો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આ રાશિજાતકોને ઈચ્છિત વ્યક્તિ સાથે મુલાકાત લાભદાયી બને.

10. મકર – જ, ખ (Capricorn):આ રાશિના લોકોને આ દિવસોમાં આકસ્મિક ખર્ચ અને ખરીદી રહે. તબિયતની ખાસ કાળજી રાખવી.

11. કુંભ – ગ, શ, સ (Aquarius):આ રાશિના મિત્રોને વાણીની મીઠાશથી લાભ મળે. સાથે સાથે વ્યાપારમાં પણ લાભ રહે. વ્યક્તિના વ્યક્તિત્વમાં સુધારો થશે. ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરનારા લોકો માટે આ સારો સમય છે. તમારી સંપત્તિમાં વધારો થશે. અપરિણીત લોકોને સંબંધનો પ્રસ્તાવ મળી શકે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces):હોળીના દિવસે આ રાશિના બંધુઓને ધાર્યું કાર્ય વિલંબથી થાય. તેમના વર્તનમાં ઉચાટ અને ઉદ્વેગ રહે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina