અમદાવાદમાં SP રિંગ રોડ પર હિટ એન્ડ રન: મોડી રાત્રે મહિલા અને તેની પુ્ત્રીને કાર ચાલકે લીધા અડફેટે, મહિલાનું મોત- દીકરી સારવાર હેઠળ

અમદાવાદમાં અડધી રાતે બે એક્સિડેન્ટ: ફુલ સ્પીડે આવેલી કારે મહિલાને અડફેટે લીધા બાદ કારચાલક ફરાર, અન્ય અકસ્માતમાં ત્રણના જીવ માંડ બચ્યા

Ahmedabad Accident News : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં જ અમદાવાદમાંથી ગઇકાલે અકસ્માતનો કિસ્સો સામે આવ્યો. અમદાવાદમાં 24 કલાકમાં જ બે બનાવો બન્યા, જેમાંથી એક વસ્ત્રાલ વિસ્તારનો છે. આ અકસ્તાની ઘટનામાં એક મહિલાનું મોત પણ થયુ છે. હાલ તો અકસ્માતને લઇને પોલિસે પોલીસે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વસ્ત્રાલમાં આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ગઈકાલે રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની, જેમાં અજાણ્યા કારચાલકે મહિલાને અડફેટે લેતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું અને કાર ચાલક અકસ્માત બાદ ઘરેથી ફરાર થઇ ગયો. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકઠી થઇ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને થતા પોલીસની ટીમ પણ તાત્કાલિક દોડી આવી હતી.

જે બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. મૃતકનું નામ રેખા પંચાલ હોવાનું સામે આવ્યુ છે. પોલિસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત બીજો પણ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન નીચે પૂરઝડપે આવતી કાર પિલ્લર સાથે અથડાઈ હતી અને તે બાદ પલટી મારી ગઈ હતી. જો કે, કારચાલક સહિત કારમાં સવાર અન્ય ત્રણ લોકોનો આબાદ બચાવ હતો.

જો કે, સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વસ્ત્રાલના ગજાનંદ 189માં રહેતાં રેખાબેન પંચાલ તેમની દીકરી સાથે રિંગ રોડ પરથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા અને આ દરમિયાન જ કોઈ અજાણ્યા કારચાલકે બંનેને અડફેટે લીધા, જેને કારણે રેખાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું અને દીકરીને ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવી. હાલ તે સારવાર હેઠળ છે. પોલીસે રેખાબેનના મોત માટે જવાબદાર આરોપી કારચાલકને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

Shah Jina