PM મોદીના માતા હીરાબાઈએ 20 વર્ષ પહેલા કરી હતી મોટી ભવિષ્યવાણી, આખો દેશ ચોંકી ગયેલો- વીડિયોમાં જુઓ શું કહ્યું હતું

આજે બહેલી સવારે જ પ્રધાનમંત્રી મોદીજીના માતૃશ્રી હીરાબાનું નિધન થયાની ખબર આવી. જેના બાદ આખા દેશમાં શોકનો માહોલ ફરી વળ્યો. પ્રધાનમંત્રી મોદી પણ વહેલી સવારે ગાંધીનગર તેમના ભાઈ પંકજ મોદીના નિવાસસ્થાને દોડી આવ્યા અને માતાના પાર્થિવ દેહ પાસે નતમસ્તક થયેલા જોવા મળ્યા હતા.

માતાની અંતિમ વિદાયમાં પણ પીએમ મોદી અને તેમના ભાઈઓએ તેમની અર્થીને કાંધ આપ્યો અને સેકેટર 30માં આવેલા સ્મશાનમાં હીરાબાને મુખાગ્નિ આપી હતી. હીરાબા પીએમ મોદીની એકદમ હતા. હીરાબાએ તેમને જીવનના ઘણા પાઠ પણ શીખવ્યા છે અને ખુબ જ ગરીબીમાં પોતાના સંતાનોનો ઉછેર પણ હીરાબાએ કર્યો છે.

પ્રધાનમંત્રી મોદી પણ ઘણીવાર તેમની માતાના સંઘર્ષ વિશે જાહેરમાં પણ કહેતા હતા. ત્યારે હીરાબાએ પણ આજથી 20 વર્ષ પહેલા જ ભવિષ્યવાણી કરી હતી કે નરેન્દ્ર મોદી દેશના પીએમ બનશે. 20 વર્ષ પહેલા ડિસેમ્બર મહિનામાં જ હીરાબાએ આ ભવિષ્યવાણી કરી હતી. હીરાબાએ ત્યારે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમનો પુત્ર માત્ર વિધાનસભાની ચૂંટણી જીતીને ગુજરાતનો મુખ્યમંત્રી નહીં બને પરંતુ એક દિવસ આ દેશના વડાપ્રધાન પણ બનશે.

જેના 12 વર્ષ બાદ તેમની આગાહી સાચી પડી અને નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ ભારતના વડાપ્રધાન તરીકે શપથ લીધા. પીએમ મોદીએ એકવાર પોતાની માતાના સંઘર્ષને યાદ કરતા કહ્યું પણ હતું કે પોતાના છ બાળકોને ઉછેરવા અને ખવડાવવા માટે મારી માતા અન્યના ઘરમાં વાસણો સાફ કરતી હતી, પાણી ભરવાનું કામ કરતી હતી. ત્યારે માતાની આ ખોટ પીએમ મોદીને પણ હંમેશા સાલશે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel