અદાણી ગ્રુપને કારણે LIC ના 2 દિવસમાં 16580 કરોડ રૂપિયા સ્વાહા ! ભૂંડી હાલત થઇ રોકવા વાળાની- જાણો સમગ્ર વિગત

ઇન્ડિયન એક્સપ્રેસે પોતાના રીપોર્ટમા કહ્યુ છે કે આ રીપોર્ટને કારણે અદાણી સમૂહની બજાર પુંજી એટલે કે માર્કેટ કેપિટલાઇઝેશનમાં શુક્રવારના રોજ એક જ દિવસમાં 3.37 લાખ કરોડ રૂપિયાનો ભારે ઘટાડો થયો. પણ તેની અસર LICને ભોગવવી પડી. દેશની સૌથી મોટી વીમા કંપની LICને આ કારણે 16000 કરોડથી વધુ રૂપિયા ગુમાવવા પડ્યા. અદાણી ગ્રુપની સૌથી મોટી પાંચ કંપનીઓમાં એલઆઇસી સૌથી મોટી ઘરેલુ એટલે કે નોન પ્રમોટર નિવેશક છે.

બીબીસીના રીપોર્ટ અનુસાર, બે દિવસમાં અદાણી સમૂહની કંપનીઓમાં LICના રોકાણનું મૂલ્ય 22 ટકા ઘટી ગયુ, ગત શુક્રવારના રોજ તેનું મૂલ્ય 72,193 કરોડ હતુ પણ મંગળવારના રોજ તે ઘટીને 55,565 કરોડ રૂપિયા પર આવી ગયુ. આ સાથે શુક્રવારે એલઆઇસીના શેરોમાં 3.5 ટકા ઘટાડો થયો. બે દિવસમાં આના શેર 5.3 ટકા ઘટી ગયા. ઇકોનોમિક્સ ટાઇમ્સ પર છપાયેલી ખબર અનુસાર, પોતાના 106 પાનાના રીપોર્ટમાં હિંડનબર્ગે અદાણી પર કોર્પોરેટ દુનિયાની સૌથી મોટી ધોખાધડીનો આરોપ લગાવ્યો છે.

આ આરપ એવા સમયે લાગ્યો જ્યારે અદાણી ગ્રુપની સૌથી મોટી કંપની અદાણી એન્ટરપ્રાઇઝનો એફપીઓ લોન્ચ થવાનો હતો. શુક્રવારે પહેલા દિવસે એફપીઓ માત્ર એક ટકા સબ્સક્રાઇબ થયો. રીપોર્ટે મોરીશસ અને કેરિબિયાઇ દ્વીપો જેવા વિદેશી ટેક્સ હેવેનમાં હાજર કંપનીઓ પર અદાણી ગ્રુપની મિલ્કિયત પર સવાલ ઊભો કર્યો છે. આ રીપોર્ટમાં દાવો કરાયો છે કે અદાણીની કંપનીઓ પર પર્યાપ્ત દેવુ છે જે ખૂબ જ ઊંચા નાણાકીય જોખમમાં મૂકે છે. અગાઉ ગુરુવારે, અદાણી જૂથે કહ્યું હતું કે તે ભારત અને યુએસમાં હિંડનબર્ગ રિસર્ચ સામે ‘સુધારાત્મક અને દંડાત્મક’ પગલાં લેવાનું વિચારી રહ્યું છે.

અદાણીએ કહ્યું કે તેઓ હંમેશા ‘કાયદાનું પાલન’ કરતા આવ્યા છે. અદાણીની કાનૂની સલાહકાર ટીમના વડાએ જણાવ્યું હતું કે, “ભારતીય શેરબજારમાં અહેવાલે જે અસ્થિરતા સર્જી છે તે ખૂબ જ ચિંતાજનક છે અને તેના કારણે ભારતીય નાગરિકોને અયોગ્ય મુશ્કેલી પડી છે. તે સ્પષ્ટ છે કે આ અહેવાલ અને તેના અપ્રમાણિત તથ્યોને એવી રીતે રજૂ કરવામાં આવ્યા હતા કે તેની અદાણી ગ્રૂપની કંપનીઓના શેરના ભાવ પર ખરાબ અસર પડશે કારણ કે હિંડનબર્ગ રિસર્ચ પોતે માને છે કે તેને અદાણીના શેરમાં ઘટાડાને કારણે ફાયદો થશે.હિંડનબર્ગ ‘શોર્ટ સેલિંગ’માં નિષ્ણાત છે, એટલે કે તે એવી કંપનીઓના શેર પર દાવ લગાવે છે કે જેના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે.

અદાણી ગ્રૂપ ભારતની સૌથી મોટી કંપનીઓમાંની એક છે અને તેનો વ્યવસાય કોમોડિટી ટ્રેડિંગ, એરપોર્ટ, યુટિલિટી અને રિન્યુએબલ એનર્જી સહિતના અનેક ક્ષેત્રોમાં ફેલાયેલો છે. ફોર્બ્સ મેગેઝિનની વિશ્વના અબજોપતિઓની રીઅલ-ટાઇમ યાદી અનુસાર, અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણી શનિવારના રોજ શેરના ભાવમાં ઘટાડા પછી 7મા નંબરે છે. જણાવી દઇએ કે, LIC એ અદાણીની કંપનીઓમાં 74,000 કરોડ રોક્યા છે, 2 દિવસમાં LICના 16,580 કરોડ રૂપિયા ધોવાઈ ગયા. LIC અદાણી એન્ટરપ્રાઇઝમાં 4.23%, પોર્ટમાં 9.14%, ટોટલ ગેસમાં 5.96%, ટ્રાન્સમિશનમાં 3.65%, ગ્રીન ગેસમાં 1.28%, ACCમાં 6.41% અને અંબુજા સિમેન્ટ્સમાં 6.32% હિસ્સો ધરાવે છે.

Shah Jina