સિલ્વર શિમરી સાડીમાં હિના ખાને વિખેર્યો જલવો, અભિનેત્રીના ગોર્જિયસ લુકથી નજર હટાવવી મુશ્કેલ

ડીપ U કટ બ્લાઉઝ સાથે હિના ખાને પહેરી નેટની સાડી, ફેન્સે આ બોલ્ડ લુક ઘુરી ઘૂરીને જોયો

ટીવીની ખૂબસુરત અદાકારા હિના ખાન તેના લુક્સને લઇને ચર્ચામાં રહે છે. અભિનેત્રી જે લુક પણ કેરી કરે છે, તેમાં પરફેક્ટ લાગે છે. લુકને કારણે અભિનેત્રીને ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે. હાલમાં જ હિના ખાન બિગબોસ ઓટીટીના ઘરે પહોંચી હતી, જયાં અભિનેત્રીને સેટની બહાર સ્પોટ કરવામાં આવી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

તસવીરોમાં હિના ખાન સિલ્વર શિમરી સાડીમાં જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ હિલ્સ પહેરી છે. મિનિમલ મેકઅપ અને ઓપન હેર સાથે હિનાએ તેના લુકને કમ્પલિટ કર્યો છે. હિના ખાને ગળામાં ખૂબસુરત નેકલેસ પહેર્યો છે, જે તેના લુકમાં ચારચાંદ લગાવી રહ્યો છે.

આ લુકમાં હિના ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. અભિનેત્રીએ કેમેરા સામે પણ જબરદસ્ત પોઝ આપ્યા છે. હિના ખાનની આ અદાઓ જોઇ ચાહકો તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. અદાકારા માટે આ ક્લાસિક ડ્રેપ ઇંડિયન ફેમસ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો હતો, જે ફેમસ કોટિયરિયર લેટેસ્ટ કલેકશન નૂરાનિયતથી ઇંસ્પાયર્ડ હતો.

સાડીને બનાવવામાં પૂરી રીતે શિમરી નેટના કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડીપ નેકલાઇન વાળી ચોલી સાથે હેવી પેનલ વાળી કઢાઇ તે પીસને સ્ટેટમેંટ લુક આપી રહી હતી. આ ઉપરાંત હિના ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની સાડીની કેટલીક તસવીર શેર કરી છે, જેમાં તે શાનદાર પોઝ પણ આપી રહી છે.

હિનાની સ્પાર્કલિંગ પર્સનાલિટી પર આમ તો આવી રીતના આઉટફિટ ખૂબ જ જામે છે. આ ખૂબસુરત પીસ સાથે હિનાએ ડીપ U નેકલાઇન વાળો બસ્ટિયર બલાઉઝ કેરી કર્યો હતો. જે તેને એટ્રેક્ટિવ લુક આપી રહ્યો હતો.

હિના ખાન ચાહકોના દિલ પર રાજ કરે છે. “યે રિશ્તા કયા કહેલાતા હે” શોથી પોતાના કરિયરની શરૂઆત કરનાર હિનાની એક ઝલક મેળવવા માટે ચાહકો આજે પણ બેકરાર રહેતા હોય છે. હિના એક એવી અભિનેત્રી છે જે સાડીથી લઇને બધા જ આઉટફિટમાં તેના હુસ્નનો જલવો વિખેરે છે.

હિના ખાનના વર્કફ્રંટની વાત કરીએ તો, તે તેની અપકમિંગ ફિલ્મ “લાઇન્સ”ને લઇને ચર્ચામાં છે. 2 વર્ષ પહેલા આ ફિલ્મનું પોસ્ટર રીલિઝ થયુ હતુ. આ ઉપરાંત તે ઇંડો-હોલિવડ ફિલ્મ “કંટ્રી ઓફ બ્લાઇંડ”માં જોવા મળશે. ફિલ્મમાં હિના દિવ્યાંગ છોકરીની ભૂમિકા નિભાવી રહી છે.

હિના ખાન સિદ્ધાર્થ શુકલા અને ગૌહર ખાન સાથે “બિગબોસ 14″માં તોફાની સિનિયર રૂપમાં જોવા મળી હતી. હાલમાં જ થોડા સમય પહેલા તેનું ગીત “બારિશ બન જાના” રીલિઝ થયુ છે. જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવ્યુ. હવે તે સોશિયલ મીડિયા પર તેના સ્ટાઇલિશ અંદાજથી લોકોને દીવાના બનાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Hina Khan’s Fanclub✨ (@eyesristi)

Shah Jina