Cannes 2022 : એશ્વર્યા રાય અને દીપિકા પાદુકોણ પર ભારે પડી હિના ખાન, સ્ટનિંગ અંદાજ જોઇ ચાહકો બોલ્યા- કહેર વરસાવી દીધો

ટીવી જગતની કેવીન હિના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી પોતાના સ્ટાઈલ સ્ટેટમેન્ટને લઈને ચર્ચામાં રહે છે. હિના ખાન ટીવીની દુનિયાની સૌથી ફેશનેબલ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાંની એક છે. આ દિવસોમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. જેમાં હિના ખાન પોતાની સુંદરતા ફેલાવી રહી છે. અભિનેત્રી હાલમાં જ તાજેતરમાં બ્લેક લેસી ટ્રાંસપરન્ટ અને શોર્ટ ગાઉનમાં જોવા મળી હતી. જેમાં તે એકદમ હોટ અને બોલ્ડ લાગી રહી હતી.

ત્યારે હવે હિનાએ ઑફ શોલ્ડર લવંડર ગાઉનમાં કાન્સના રેડ કાર્પેટ પર ધૂમ મચાવી દીધી છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી હિના ખાને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર અદભૂત ઓફ-શોલ્ડર અને ફ્લેરેડ લવંડર ગાઉન પહેર્યું હતું. તે એક સુંદર સ્વ-ડિઝાઇન અને પીછા વર્ક વાળુ હતુ, જે થાઇ હાઇ સ્લિટમાં હતુ. આ દરમિયાન અભિનેત્રી તેના ટોન્ડ લેગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ સુંદર ડ્રેસ સાથે સ્ટાઇલિશ સિલ્વર હીલ્સ કેરી કરી હતી.

હિના ખાને લાઇટ મેકઅપ અને ડાયમંડ બ્રેસલેટ સાથે સ્પોર્ટેડ સ્ટડેડ ઇયરિંગ્સ પસંદ કર્યા હતા. રેડ કાર્પેટ પર ક્વીન હિના ખાનનો ગ્લેમરસ લુક જેણે પણ જોયો તે જોતા જ રહી ગયા. આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી હતી.ભલે હિના ખાનને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં દેશના પેવેલિયનમાં એન્ટ્રી ન મળી હોય, પરંતુ રેડ કાર્પેટ પર તે પોતાના લુકથી બોલિવૂડ દિવાઓને પણ માત આપી રહી છે.

હિના ખાન તેની ઈન્ડો-ઈંગ્લિશ ફિલ્મ કન્ટ્રી ઓફ બ્લાઈન્ડ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગઈ હતી. પહેલા જ દિવસે તેણે કાન્સના રેડ કાર્પેટ પર રેડ કલરના ગાઉનમાં લાઈમલાઈટ મેળવી હતી. અને હવે ફરી એક વાર તેણે ખળભળાટ મચાવ્યો છે. ફેન્સ સૌથી વધુ ઐશ્વર્યા રાયના કાન્સ લુકની રાહ જોઈ રહ્યા હતા. 20 વર્ષથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ રહેલી ઐશ્વર્યા રાય જ્યારે બ્લેક ગાઉનમાં રેડ કાર્પેટ પર ઉતરી તો બધા દંગ રહી ગયા. કેટલાક લોકોને ઐશ્વર્યાનો આ લુક પસંદ ન આવ્યો.

પરંતુ હવે ઐશ્વર્યા રાયની લેટેસ્ટ તસવીરો જોઈને દરેક તેને હિના ખાન સાથે કમ્પેર કરી રહ્યા છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના બીજા દિવસે હિના ખાને લવંડર કલરનો ડ્રેસ પહેર્યો હતો અને એશ્વર્યાએ પિંક પેસ્ટલ ગાઉન પહેર્યુ હતુ. હિના ખાનના આ લુકની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. જેવી તેણે રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી કે તરત જ તેના પર બધાનું ધ્યાન ગયુ. હિના ખાનના આ લુકને લઈને ફેન્સ પણ ચર્ચા કરી રહ્યા છે.

હિનાની વાયરલ તસવીરો પર એક ફેને લખ્યું, ‘આ એકદમ બેસ્ટ છે.’ અન્ય એકે કહ્યું કે હિનાએ તબાહી મચાવી દીધી. તેણે દરેકને ઢાંકી દીધા છે. ઐશ્વર્યા રાય પણ ઓછી સુંદર દેખાતી નથી. પણ ક્યાંક ને ક્યાંક તે હિના ખાનથી કમ લાગી રહી હતી, તેવું કેટલાક લોકોનું માનવું છે. પહેલા દિવસના લુકની જેમ ઐશ્વર્યાના બીજા કાન્સ લુક એ પણ ચાહકોને નિરાશ કર્યા હતા. કેટલાકે તેને ‘નોનસેન્સ’ ગણાવ્યું તો કેટલાકે કહ્યું કે ઐશ્વર્યાએ આ વખતે ખરાબ ડિઝાઇનરને પસંદ કર્યો છે.

હવે માત્ર એ વાતની રાહ જોવાઈ રહી છે કે કાન્સના ફિનાલેમાં એશ્વર્યા શું લાવશે. એશ્વર્યાની સાથે સાથે દીપિકાનો લુક પણ હિના ખાન સામે થોડો ફિક્કો રહ્યો હતો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના ત્રીજા દિવસે દીપિકા પાદુકોણે તેના કિલર લુક્સથી ચાહકોનું દિલ જીતી લીધું હતુ. કાન 2022માં દીપિકા પાદુકોણ દરેક વખતે અમેઝિંગ લુક્સમાં જોવા મળી છે. અભિનેત્રી અહીં દેખાવ સાથે પ્રયોગ કરતી જોવા મળી છે.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના ત્રીજા દિવસે તે લાલ રંગના ગાઉનમાં જોરદાર પોઝ આપતી જોવા મળી હતી. દીપિકા પાદુકોણે રેડ કાર્પેટ પર આ લુકથી ધમાલ મચાવી દીધી હતી. ચાહકો વચ્ચે દીપિકાનો આ લુક ઘણો પસંદ આવી રહ્યો છે. જોકે, કેટલાક લોકોને દીપિકાની આ લુક સાથેની હેરસ્ટાઇલ પસંદ ન આવી તો, કેટલાકને તેનો લુક પસંદ ન આવ્યો.

Shah Jina