ઘણી વખત આપણ નાના બાળકો અજાણતાં કોઈ દવા કે સિક્કો અથવા એવી કોઈ વસ્તુ ગળી જતા હોય છે. જેના કારણે પરિવારના લોકો પરેશાન થઈ જાય છે અને તમામ ઉપાયો અપનાવવાનું શરૂ કરે છે. પરંતુ કેટલીકવાર દવાઓનું રિએક્શન ખૂબ અસર કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જો બાળક આવું કંઈક કરે તો તમારે શું કરવું જોઈએ? તો ચાલો જાણીએ રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટર આ અંગે શું કહી રહ્યા છે.
આ અંગે ડોક્ટર દિનેશ કુમારે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે સૌથી પહેલા આપણે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે બાળકોએ આવી વસ્તુઓ સુધી ન પહોંચે. આ માટે માતાપિતાએ સજાગ રહેવાની જરૂર છે. દવાઓ અથવા વસ્તુઓ કે જે બાળકોને નુકસાન પહોંચાડી શકે છે, તેમની પહોંચથી સારી રીતે દૂર લોક કરીને રાખો. અને સમજો જો ભૂલથી બાળક આવું કંઈક કરે, તો તમારે તમારૂ ધૈર્ય ગુમાવવાની જરૂર નથી. સૌ પ્રથમ, તે સમજવાની જરૂર છે કે બાળકએ શું ખાધુ છે અને તે તેનાથી તે કેવા લક્ષણો કરી રહ્યું છે.
સૌ પ્રથમ શું કરવું:
જો તમે તમારા બાળકના ડોક્ટર સાથે સંપર્કમાં હોય તો સૌ પ્રથમ તમારે તેની સાથે વાત કરવી જોઈએ. જો આ શક્ય ન હોય, તો તરત જ નજીકની હોસ્પિટલની ઇમરજન્સીમાં જાવ. ડોક્ટર દિનેશ કુમાર કહે છે કે બાળકને ઘરે ઉલટી કરવાને બદલે બાળકને હોસ્પિટલમાં લઈ જવો એ સૌથી યોગ્ય વિકલ્પ છે. તમને જણાવી દઈએ કે, દવાની અસર ઓછી કરવા માટે હોસ્પિટલમાં એન્ટી-ડોટ્સ અથવા તે દવાઓની અસર ઘટાડવા માટે પ્રોપર મેનેજમેન્ટ હોય છે. કારણે, ત્યાં ડોકટરો કોઈપણ પ્રકારની ઝેરી અથવા અશુદ્ધ-દવાઓની અસર ઘટાડી શકે છે.
ડોક્ટર દિનેશ કુમાર કહે છે કે, બાળકો જ્યારે કંઈક ખાઈ લે છે ત્યારે લોકો ઉલટીને યોગ્ય વિકલ્પ માને છે, પરંતુ અમુક સંજોગોમાં જ ઉલટી કરવી યોગ્ય હોય છે. ઉલટી એ દરેક પરિસ્થિતિમાં યોગ્ય વિકલ્પ નથી. તેથી, આવા કિસ્સાઓમાં ઘરે સારવાર આપવી તે ખૂબ જોખમી હોઈ શકે છે. જો તમે તેને ઈમરજન્સીમાં દાખલ કરો છો તો ત્યાં એવી ઘણી દવાઓ હાજર હોય છે જેમાં કોઈ પણ દવાને બેઅસર કરવા માટે દવાઓ આપવામાં આવે છે, જેની ઝડપી અસર થાય છે.
ડો.દિનેશકુમાર કહે છે કે જો બાળક કોઈ સિક્કો વગેરે ગળી જાય, તો તે ચિંતાજનક પરિસ્થિતિ નિર્માણ થાય છે જ્યારે તે સિક્કો અથવા અન્ય કોઈ સખત વસ્તુ અન્ન નળીમાં જવાને બદલે ફેફસાંમાંથી પસાર થાય છે. આવા કિસ્સાઓમાં ડોક્ટરને બતાવવું જ યોગ્ય રહેશે, કારણ કે ઘણી વખત આંતરડામાં અટવાઇ જવાની સમસ્યા ઉભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ડોક્ટર એક્સ રે કરે છે, જો સિક્કો કે કોઈ સખત વસ્તુ પેટમાં ખતરો ઉભો કરે છે, તો પછી બાળરોગ સર્જન(પિડિયાટ્રિક)ની મદદથી તેમને બહાર કાઢવાની જરૂર હોય છે.
સંપૂર્ણ વિગત આપો:સૌ પ્રથમ તમારે તપાસવું જોઈએ કે દવા બાળકના મોં અથવા ગળાની આસપાસ અટવાયેલી તો નથીને, આવી સ્થિતિમાં, તમે તેને ઉલટી કરાવી શકો છો. પરંતુ જો તેણે દવા ગળી લીધી હોય તો તમારે ડોક્ટરને તે દવા અને માત્રા વિશેની સંપૂર્ણ માહિતી જણાવવી આવશ્યક છે. ડોક્ટર માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે બાળકે આખરે શું ખાધુ છે, તે પછી જ તે તેની સારવાર સરળ રીતે કરી શકે છે.