શું તમારું પણ કોઇ ડ્રીમ છે કે નોકરી આવી રીતની હોવી જોઇએ અને સેલેરી આવી…તો તમે તમારું આ ડ્રીમ તમારી અંદર ન દબાઇ રાખો. કેટલાક એવા દેશો છે જ્યાં તમે તમારુ આ સપનું સાકાર કરી શકો છે. દરેક યુવા પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સારી નોકરીની સાથે સાથે સારી એવી સેલેરીની પણ શોધમાં હોય છે.
ત્યારે દેશ અને દુનિયામાં એવી ઘણી કંપનીઓ છે જે પોતાના કર્મચારીઓને સારા પગારની સાથે ઘણી સુવિધાઓ પણ આપે છે. જેમાં અઠવાડિયાના 5 દિવસ કામ સહિત વર્ક ફ્રોમ હોમ અને શિફ્ટના સમયમાં છૂટછાટ જેવી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. જણાવી દઇએ કે, અમેરિકામાં સરેરાશ વાર્ષિક પગાર 63 લાખથી વધુ હોય છે. આના પરથી તમે કલ્પના કરી શકો કે તમે કેવી રીતે ઓછા સમયમાં અહીં કામ કરીને વધુ પૈસા કમાઈ શકો છો.
આ ઉપરાંત જર્મનીની વાત કરીએ તો, વર્ષમાં સરેરાશ 1349 કલાક કામ કરવું પડે છે અને જો દૈનિક ધોરણે તેની ગણતરી કરીએ તો 3.6 કલાક થાય. જ્યારે ડેનમાર્કમાં આ આંકડો દરરોજ 1363 કલાક અને 3.7 કલાકનો છે. બ્રાઝિલ… અહીંની કંપનીઓમાં કામ કરતા લોકોને વર્ષમાં સરેરાશ 1481 કલાક કામ કરવું પડે છે, જે રોજના 4 કલાક થાય. બ્રિટનમાં, 1497 કલાક જે રોજના સરેરાશ 4.1 કલાક થાય છે.
સાઉદી અરેબિયામાં આ આંકડો 15136 કલાક છે, જે રોજના સરેરાશ 4.1 કલાક થાય છે. જ્યારે જાપાનમાં 1607 કલાક, જે રોજના 4.4 કલાક થાય છે. જણાવી દઇએ કે, વિશ્વના સૌથી શક્તિશાળી દેશમાં એટલે કે અમેરિકામાં દરેક વ્યક્તિ એક વર્ષમાં સરેરાશ 1791 કલાક એટલે કે દરરોજના 5 કલાક કામ કરે છે અને મેક્સિકોમાં 2128 કલાક, જે દૈનિક ધોરણે 5.83 કલાક છે.