સુરત: ધનાઢ્ય પરિવારના પતિ-પત્નીના છૂટાછેડાના કેસ મામલે હાઈકોર્ટે કહ્યુ- ભલે પત્ની લિવ ઈનમાં બીજા સાથે રહે પણ ખાધાખોરાકી ચૂકવવી…

સુરતના અતિ ધનાઢય પરિવારના પતિ તેની ગર્લફ્રેન્ડ સાથે અને પત્ની તેના બોયફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહે છે તો પણ કોર્ટે કહ્યું પતિને ચુપચાપ ભરણપોષણ…..જાણો વિગતવાર

આજ કાલ જમાનો ખૂબ આગળ વધી ગયો છે, પતિ-પતિની કોઇ નાની અમથી વાતથી લઇને મોટી વાત સુધી સહન કરવાની ક્ષમતા જ ખઓઇ બેઠા છે. પહેલા તો પતિ-પત્ની બંને તેમના ઝઘડાઓને જાતે સુલજાવવાનું સારુ માનતા પણ હવે તો કોઇ સામાન્ય ઝઘડા પણ કોર્ટ સુધી પહોંચી જતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ડિવોર્સ લેવાના કિસ્સામાં પણ વધારો થયો છે. ત્યારે થોડા સમય પહેલા સુરતના અતિ ધનાઢય પરિવારના પતિ-પત્નીનો પેચીદો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને કપલે ડિવોર્સ માટે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

મહિલા તેના પતિને છોડી કોઇ અન્ય સાથે લિવ ઈનમાં રહેતી હતી અને તેણે જ ભરણપોષણ માટે અરજી કરી હતી. જો કે, તેણે પતિ પાસે ભરણપોષણની માંગણી કરતા પતિએ ઇન્કાર કરી દીધો. આ મામલે પતિએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી અને તે બાદ કોર્ટે એવું અવલોકન કર્યું કે, પત્ની વ્યભિચારી છે તેવું સાબિત ન થાય ત્યાં સુધી ભરણપોષણ ચૂકવવું પડે. પતિએ તેની પત્ની બીજા કોઇ સાથે રહેતી હોવાની રજૂઆત કરી પણ કોર્ટે આ મામલે અવલોકન કરતા પત્નીને ભરણપોષણ ચૂકવવાનું કહ્યુ હતુ.

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં મેન્યુફેકચરિંગ વેપારીએ એવી દલીલ કરી હતી કે, તેની પત્નીના લગ્ન પહેલાથી જ કોઇ યુવક સાથે સંબંધ હતા અને સગાઇ બાદ પણ તે તેને મળવા જતી હતી. લગ્ન બાદ હનીમુન દરમિયાન તેેણે જણાવ્યુ હતું કે, મારે તારી સાથે પતિ તરીકેના કોઈ સંબંધ રાખવા નથી અને તે બાળકોને જન્મ પણ નથી આપવાની. તેણે પતિને એવું પણ કહ્યુ હતુ કે તું તારી મરજીથી જીવી શકે છે. જો કે, તેની પત્ની તરફથી એવી દલીલ કરાઇ કે, તેના પતિના લગ્ન માતા-પિતાએ કરાવ્યા છે અને તે પણ તેની મરજી વિરૂદ્ધ.

તેને કોલેજના સમયથી એક ગર્લફ્રેન્ડ સાથે પ્રેમસંબંધ હતો તેથી તેણે લગ્નના થોડા સમય બાદ પત્નીને તરછોડી દીધી હતી. તેના તરફે એવી દલીલ કરાઇ હતી કે જ્યાં સુધી છૂટાછેડા ન થાય ત્યાં સુધી તેને ભરણપોષણ મળવુ જોઈએ. ત્યારે વકીલે દલીલમાં પત્ની વ્યભિચારી હોવાનું કહેતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી અને કહ્યુ કે, આ પ્રકારની દલીલો કોર્ટ સમક્ષ ન કરવી જોઈએ. આ મામલે કોર્ટે પતિને પત્નીના બીજા લગ્ન ન થઇ જાય ત્યાં સુધી ભરણપોષણ ચૂકવવું પડે તેવું અને ભરણપોષણની 3 વર્ષની બાકી નીકળતી રકમ પણ પત્નીને આરટીજીએસ દ્વારા ચૂકવી દેવા હાઈકોર્ટે આદેશ કર્યો.

Shah Jina