શાસ્ત્રીનગરમાં હાઇ પ્રોફાઇલ રેકેટ ! એક રાતનો ભાવ 2-3 લાખ રૂપિયા, બોલીવુડની મોટી પાર્ટીઓમાં હાજરી આપતી, પોલીસે દબોચી…

શાસ્ત્રીનગરમાં વેશ્યાનો એક રાતનો ભાવ 2-3 લાખ રૂપિયા, બોલીવુડની મોટી પાર્ટીઓમાં હાજરી આપતી, પોલીસે દબોચી..જાણો આખી મેટર

બોલિવુડ પાર્ટીઓમાંથી એ મોડલ અને એક્ટ્રેસ પર નજર રાખવામાં આવતી જેની પાસે હાલ કામ નથી અને જેને પૈસાની જરૂરત છે. તે બાદ તેમનો સંપર્ક કરી તેમને એક રાત માટે સૂવા રાજી કરવામાં આવતા. આ રીતે તેમને પ્રોસ્ટિટયૂશનના ધંધામાં ધકેલી ગ્રાહકો પાસેથી 2-3લાખ રૂપિયા વસૂલવામાં આવતા.

ત્યારે આ મામલે કાર્યવાહીમાં મુંબઈ પોલીસે અંધેરી વેસ્ટના પોશ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે) આમાંથી બે આધેડ વયની મહિલાઓ છે અને એક મોડલ છે. પોલીસે ત્રણ મોડલને આ જાળમાંથી છોડાવી છે. પોલીસ તરફથી પૂછપરછ અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસ બાકીના આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈના અંધેરી વેસ્ટની પોશ સોસાયટીમાં હાઈપ્રોફાઈલ સેખ્સ રેકેટ શરૂ થયું હતું. મુંબઈ પોલીસને આ બાબતે માહિતી મળતા છટકું ગોઠવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ત્રણ મહિલાઓની ધરપકડ કરવામાં આવી.

આ ત્રણમાંથી બે આધેડ વયની મહિલાઓ છે અને એક મોડલ પણ છે, જે એક રાત માટે 2 થી 3 લાખ રૂપિયા ચાર્જ કરે છે. બાકીની બે આરોપી મહિલાઓ આધેડ છે. તે બોલીવુડની મોટી પાર્ટીઓમાં હાજરી આપતી અને તે મોડલ અને ટીવી કલાકારો પર નજર રાખતી જેમને પૈસાની જરૂર હોય. ત્રણેય આરોપી મહિલાઓ મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલી પોશ સોસાયટીમાં આવેલી બિલ્ડિંગમાં રહેતી હતી.

પ્રારંભિક પૂછપરછમાં આ ત્રણમાંથી એક મહિલા આરોપીએ પોતાને એસ્ટ્રો એક્સપર્ટ ગણાવી હતી. પરંતુ મુંબઈ પોલીસને આ મહિલા વેશ્યાવૃત્તિનું રેકેટ ચલાવતી હોવાના ઈનપુટ હતા. 5મી એપ્રિલે આ રેકેટનો પર્દાફાશ કરવાની યોજના નક્કી કરવામાં આવી હતી અને આયોજનના ભાગરૂપે અંધેરી વેસ્ટના શાસ્ત્રીનગર વિસ્તારમાં એક બિલ્ડિંગના ચોથા માળે ફ્લેટ નંબર 405માં દરોડો પાડવામાં આવ્યો હતો અને આ હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

Shah Jina