હિબા ખાને કહ્યું- ‘હું મુસ્લિમ પરિવારની છું, શરમજનક વસ્ત્રો પહેરીને ક્લેવેજ બતાવવામાં…’ જુઓ

શરીર આરપાર દેખાતા કપડાં પહેરવા બાબતે અભિનેત્રીએ આપ્યો સુંદર જવાબ, જાણો વિગત

“જીજાજી છત પર હૈ”ના ધારાવાહિકથી પ્રખ્યાત થઇ અભિનેત્રી હિબા નવાબે તાજેતરમાં જ તેના કપડા વિશે એક નિવેદન આપ્યું છે. અભિનેત્રીએ કહ્યું હતું કે બોલ્ડ અને રિવીલિંગ કપડા ન પહેરવાનો નિર્ણય હંમેશાં તેનો રહ્યો છે.

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી અને ‘જીજાજી છત પર હૈ’અને ‘એલચી જી’ ઉર્ફે હિબા નવાબ કોઈ પરિચયની મોહતાજ નથી. હિબા નવાબ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હિબા તસવીર અને વીડિયો શેર કરીને ચાહકોને અપડેટ રાખે છે.

તે અભિનય તેમજ સાદગી માટે પણ જાણીતી છે.મનોરંજન ઇન્ડસ્ટ્રીનો ભાગ હોવા છતાં હિબા નવાબને ક્યારેય રિવીલિંગ કપડાંમાં જોઈ નથી. અભિનેત્રી ક્યારેય બોલ્ડ અને હોટ લૂકમાં જોવા મળી ન હોતી. હવે ખુદ હિબા નવાબે રિવીલિંગ કપડાં ન પહેરવાનું કારણ આપ્યું છે.

અભિનેત્રીએ કહ્યું હતું કે બોલ્ડ અને રિવીલિંગ કપડા ન પહેરવાનો નિર્ણય હંમેશાં તેના રહ્યો છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ આપતા હિબા નવાબે કહ્યું કે, ‘હું મુસ્લિમ પરિવારની છુ અને અમારે ત્યાં સંસ્કૃતિ જુદી છે.તે જ રીતે હું મારી સંસ્કૃતિનો ખૂબ વિરોધ કરું છું,

તેથી હવે હું તેને આગળ વધારવા માંગતી નથી.’તેના પરિવાર વિશે હિબા નવાબ કહે છે કે અત્યારે પણ મારો પરિવાર મારા પહેરેલા અમુક કપડાં યોગ્ય માનતા નથી. તે ઇચ્છે છે કે મારે જુદી જુદી રીતે કપડાં પહેરવા જોઈએ, જેથી તે રિવીલિંગ ના થાય.

હિબા નવાબે વધુમાં કહ્યું – ‘હું વેબ શોમાં કામ કરવા માંગુ છું, પરંતુ બોલ્ડ દ્રશ્યો અને કંટેન્ટ ને કારણે હું અટકી જઉ છુ.મારું કુટુંબ ખૂબ જ સપોર્ટિવ છે, પરંતુ હું પહેરવા માંગતી નથી, આ મારો પોતાનો નિર્ણય છે’.

Jijaji Chhat Per Koii Hai ટીવી શો માં પોતાની ભૂમિકાને બહુ જ દમદાર રીતે નિભાવનારી આ સુંદર હિરોઈન આજકાલ ખુબ ચર્ચામાં છે. અભિનેત્રી હિબા નવાબ ખુબ લોકપ્રિય થઇ ચૂકી છે. આ એક્ટ્રેસ દેખાવમાં ખુબ સુંદર છે, અને જ્યારે પણ દેખાય છે તે પોતાના અંદાજથી ફેન્સનુ દિલ જીતી લે છે.

વધુમાં એક્ટ્રેસે જણાવ્યુ કે, આ કારણ છે કે તે વેબ શૉ નથી કરી શકતી, કારણકે તેમાં હદ થી વધારે બૉલ્ડ સીને હોય છે. હું આ બધુ નથી કરી શકતી એટલા માટે વેબ શૉથી દુર રહુ છું.

તમને જણાવી દઈએ કે જીજાજી -2 એ અભિનેત્રીનો છઠ્ઠો શો છે અને પ્રથમવાર તેનો શો અનિશ્ચિત સમય માટે હોલ્ડ રાખવામાં આવ્યો છે. તેમાં આ હીરોઈનની ડબલ ભૂમિકા છે. દિલ્હીની એક શાનદાર છોકરી છે જે તેના પરિવારને ખૂબ જ ચાહે છે અને બીજું પાત્ર ભૂત છે.

ટીવીનો લોકપ્રિય શો ‘જીજાજી છત પર હૈ’ માં બોલકણી ઈલાયચીનો રોલ પ્લે કરનારી બરેલી ગર્લ અભિનેત્રી હિબા નવાબ ઘર-ઘરમાં જાણીતું નામ બની ગઈ. જો કે અહીંયા સુધી પહોંચવું એ જરા પણ ઇઝી નહોતું.

પોતાના શરૂઆતના દિવસોના સ્ટ્રગલ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘એક નાના શહેરમાંથી આવી હોવાથી, લોકો મારા કપડાં, એક્ટિંગ , સ્ટાઈલ અને મારા બોડી લેન્ગવેજ પર કોમેન્ટ કરતા હતા. ફિલ્ડની શરૂઆત કરી ત્યારે મારી ઉંમર ફક્ત 16 વર્ષ હતી,

તેથી લોકોની આવી કોમેન્ટ સાંભળીને હું ગભરાઈ જતી હતી અને ક્યારેક તો રડી પણ પડતી હતી. પરંતુ છેલ્લા છ વર્ષથી, હું દુનિયાની રીતોથી અવગત થઈ છું અને મેં મારી જાતને પૂરી રીતે બદલી નાંખી છે’.

હવે મને સમજાઈ છે કે હું કેટલી ભોળી હતી કે લોકોની વાતોને દિલ પર લઈ લેતી હતી અને દુઃખી થતી હતી. આમ જોવા જઈએ તો તે મારા શીખવાનો એક ભાગ જ હતો’.એક્ટ્રેસે કહ્યું કે એક કરતાં વધારે કારણોને લઈને તે કોમેડી શોનો ભાગ બનીને ખુશ છે.

Patel Meet