શિલ્પા શેટ્ટીના પતિની વધતી મુશ્કેલીઓ, પીડિતાનો સનસનીખેજ આરોપ- મારા પ્રાઇવેટ પાર્ટ્સને શુટ કરી અપલોડ…

રાજ કુંદ્રાની બીભત્સ વીડિયોમાં મોટું રાઝ ખુલ્યું, યુવતીના ‘પ્રાઇવેટ ભાગ’ દેખાડ્યા અને…

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુશ્કેલીઓ તો ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. એકબાજુ જયાં તે આર્થર રોડ જેલમાં બંધ છે ત્યાં રાજ તેમની જમાનતની આસ લગાવીને બેઠા છે. બીજી બાજુ આ મામલે તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચ ટીમ અવાર નવા નવા નવા નિવેદનો દાખલ કરી રહી છે. હાલમાં જ એક પીડિતાએ રાજ કુંદ્રા વિરૂદ્ધ તેનું નિવેદન દાખલ કરાવ્યુ છે.

આ પીડિત દ્વારા કરવામાં આવેલ દાવાથી રાજ કુંદ્રા માટે પરેશાની વધી શકે છે. અભિનેત્રીનો દાવો છે કે તેને એક ગંદા શો માટે શૂટની ઓફર આપવામાં આવી હતી. તેમાં એવા સીન ફિલ્માવવામાં આવ્યા હતા. અભિનેત્રીની જાણકારી વગર જ તેના પ્રાઇવેટ પાર્ટના વીડિયો શૂટ કરવામાં આવ્યા હતા અને તેને ઓટીટી એપ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

પીડિતે પોલિસને જણાવ્યુ કે, જયારે તેના એક મિત્રએ આ વીડિયોને એપ પર જોઇ તો તેને આ વાતની જાણકારી થઇ. વીડિયો જોઇ પીડિતા પણ હેરાન રહી ગઇ કારણ કે વાયદાથી ઉલટુ આ વીડિયોને એડિટ કર્યા વગર અને કટ્સ કર્યા વગર અપલોડ કરવામાં આવ્યા હતા.

પીડિતાએ એ પણ કહ્યુ કે, તેને વેબ શોના શુટિંગ પહેલા એક કોન્ટ્રાક્ટ સાઇન કરાવવામાં આવ્યો હતો અને શુટ માટે કેટલાક હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. આ કોન્ટ્રાક્ટમાં સીનની વાત લખેલી હતી. આ કેસમાં પહેલા પણ ઘણી અભિનેત્રી અને મોડલે નિવેદન આપ્યા છે, જેમાં જબરદસ્તી શુટ કરવા માટે મજબૂર કરવાની વાત કહી છે.

ટાઇમ્સ નાઉના રીપોર્ટ અનુસાર બુધવારે પોલિસે આ સિલસિલામાં એક પીડિત અભિનેત્રીનું નિવેદન દાખલ કર્યુ છે. પીડિતે માલવાની પોલિસ સ્ટેશનમાં તેને લઇને FIR પણ દાખલ કરાવી હતી. પોલિસનો દાવો છે કે તેમણે અત્યાર સુધીની તપાસ અને રાજ કુંદ્રાની ઓફિસમાં થયેલ છાપેમારી બાદ 68 વીડિયો જપ્ત કર્યા છે. પોલિસ આવી ફિલ્મથી થયેલ કમાણીને પણ શોધી રહી છે.રાજ કુંદ્રાના ઘણા એકાઉન્ટ્સ સીલ કરી દેવામાં આવ્યા છે. મની ટ્રેલની જાણ માટે રાજ કુંદ્રાથી લઇને શિલ્પા શેટ્ટી તેમજ કેટલાક આરોપીઓના બેંક ખાતાની તપાસ કરવામાં આવી રહી છે.

Shah Jina