મૂળ ભારતીય અને પાંચ દાયકાથી કેનેડામાં વસતા હેમંત શાહે જણાવી કેનેડાની સાચી હકિકત…જનરલ ડોક્ટરને મળવા પણ એક-એક મહિનો જોવી પડે છે રાહ

ગુજરાતી કેનેડિયન બિઝનેસમેને સ્ટુડેટ્સને કેનેડા આવવાની ચોખ્ખી ના પાડી, પણ કેમ એવું કહ્યું? આખો લેખ જરૂર વાંચો અને શેર કરજો

મૂળ ભારતીય અને કેનેડામાં પાંચ દાયકાથી વસતા હેમંતભાઈ શાહનું મૂળ વતન કચ્છના અબડાસાનું વરાડિયા ગામ છે. તેઓ ત્યાં ટ્રેડનો બિઝનેસ કરે છે, થોડાક સમય પહેલાં ગુજરાતી મૂળના ઈન્ડો-કેનેડિયન બિઝનેસમેન હેમંત શાહને વિનીપેગ સાઉથમાં સમુદાયમાં તેમના યોગદાન માટે કોમ્યુનિટી લિડરશીપ એવોર્ડથી સન્માનિત પણ કરાયા હતા.

ત્યારે તેમણે  GUJJUROCKS ને જણાવ્યુ કે, હાલમાં જ કેનેડાના પ્રધાનમંત્રી અને ઇમિગ્રેશન મિનિસ્ટરે સ્ટેટમેન્ટ આપ્યુ કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પણ કેનેડા આવી રહ્યા છે, અને ઇમિગ્રેશન પોલિસી પર કાંપ લાવી રહ્યા છે. હું કોવિડ પછી કહેતો જ આવ્યો છુ કે કેનેડા તરફ આંધળી દોટ ના માંડો, આ થયુ અને થવાનું જ હતુ.

કારણ કે જે કોલેજીસમાં ગ્રેડ 12ના છોકરાઓ જતા એ કોલેજીસ પર ઓલમોસ્ટ બેન લાવવામાં આવી રહ્યો છે. કેનેડાના પ્રધાનમંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યુ છે અને બીજી વસ્તુ એ કે જે કોલેજ-યુનિવર્સિટીમાં તમારે હવે એડમિશન લેવું હોય તો IELTSની એક્ઝામના હાઇએસ્ટ બેન્ડ પર એડમિશન મળી રહ્યુ છે.

હેમંત શાહ આગળ જણાવે છે કે વારંવાર મેં મારા નિવેદનમાં કહ્યુ છે કે જો તમે ઇંગ્લિશ શીખ, IELTS માટે શોર્ટકટ ના વાપરો, એના ક્લાસીસ ચાલે છે, ટ્યુશન ચાલે છે તમે કરો. આ ફાયદાકારક તમને થશે કારણ કે તમે ત્યાં ભણવા જાવ છો અને પછી જોબ કરશો તો તમારુ ઇંગ્લિશ સારુ હશે તો તકલીફો વધારે નહિ પડે. કેનેડામાં હાઉસિંગ ક્રાઇસીસ છે, મેડિકલ ક્રાઇસીસ ચાલુ થઇ ગયા છે, ડોક્ટરો નથી મળતા.

કેનેડાની સરકારે જે ઓવરફ્લો ચાલુ કર્યો હતો એ હવે એમને સમજ આવી ગઇ છે એટલે બંધ કરવા તૈયાર થઇ ગયા છે. હેમંત શાહે વિદ્યાર્થીઓને ખાસ સલાહ આપતા કહ્યુ કે નિરાશ ન થતા, તમને જે ટાઇમ મળી રહ્યો છે તે પ્રોડક્ટિવિટીમાં ઇન્ડિયામાં વાપરો અને કેનેડા માટે તૈયાર થાવ. સૌ પ્રથમ ઇંગ્લિશ પર ધ્યાન આપો. ઇંગ્લિશ બોલવા-લખવાનું સુધારો. તમને મોકો મળ્યો છે તો તમે સુધારો.

જો અહીંયા તમારી પાસે ટાઇમ હોય અને તમે નાની-મોટી જોબ મળી શકે તો અથવા તો ઇન્ટર્ન પણ થઇ શકે તો તેની કોશિશ કરો, અનુભવ લો. કારણ કે જો કેનેડામાં જઇ જોબ કરશો તો જોબનો અનુભવ નહિ હોય તો શું કરો, એટલા માટે આ બહુ અગત્યનું છે. ખાસ વાલીઓને કે કે જે તેમના બાળકોને સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા મોકલે છે, તો કેનેડાના ન્યુઝ જુઓ કે શું હાલત છે. પછી વિચાર કરો.

ઇમિગ્રેશન કંસલ્ટનો તો બિઝનેસ છે, એ પોતાની રીતે સલાહ આપતા જ રહેશે પણ જે જાય છે તેમના સગા-સંબંધી કે જે કેનેડામાં વસે છે તે હકિકત જણાવો, ખોટુ પિક્ચર ન બતાવો. કેનેડામાં સિચ્યુએશન સારી નથી, હાઉસિંગ ક્રાઇસીસ છે, મેડિકલ ક્રાઇસિસ છે, જોબ ક્રાઇસિસ છે અને આંધળી દોટ ના મૂકો. બધાને ટોરન્ટો જઉ છે, પણ ત્યાંની આજે હાલત ખરાબ છે.કેનેડાના બીજા કોઇ સ્ટેટમાં ટ્રાય કરો, કારણ કે ત્યાં તમને તકો પણ વધારે મળશે.

વાલીઓ કેનેડાના ન્યુઝ જોઇ ત્યાંની પરિસ્થિતિઓ જુઓ. સગા સંબંધીઓ અને કસીનોની વાત ન સાંભળો. હેમંત શાહે જણાવ્યુ કે સગા સંબંધીઓને વિનંતી કે રિયલ લાઇફ સ્ટોરી જણાવો કે જોબની ઓપર્ચ્યુનિટી છે પણ જોબ મળતી નથી. આજે કેનેડામાં જનરલ ફીજીશિયનને મળવા એક-એક મહિનો રાહ જોવી પડે છે. ભાડાઓ વધી ગયા છે, હાઉસિંગ ક્રાઇસીસ છે. ઇન્ટ્રસ્ટ રેટ વધી ગયો છે.

Shah Jina