આ ભાઈએ લોકોની કલ્પના બહાર જુગાડ કરીને બનાવ્યું એવું હેલીકૉપ્ટર કે વીડિયો જોઈને તમારું દિમાગ પણ ચકરાઈ જશે

આ દુનિયાની અંદર ઘણા જુગાડુ લોકો પડ્યા છે જે પોતાની કોઠાસૂઝ દ્વારા એવી એવી વસ્તુઓ બનાવે છે કે તે જોઈને કોઈનું પણ દિમાગ ચકરાઈ જાય. આપણે ઘણા એવા લોકોને જોયા છે જે જુગાડ દ્વારા કાર બનાવે છે, કોઈ મશીન બનાવે છે કે પછી કોઈ બાઈકને મોડીફાય કરી દેતા હોય, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ જુગાડ દ્વારા આખું હેલીકૉપ્ટર બનાવી દે છે.

ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહેલો આ વીડિયો બ્રાઝીલનો હોવાનું સામે આવ્યું છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વ્યક્તિએ સ્ક્રેપની ગાડીઓના ભાગનો ઉપયોગ કરીને હેલીકૉપ્ટર બનાવ્યું અને પછી તેમાં ગાડીનું એન્જીન લગાવીને આકાશમાં ઉડાવ્યું, તેનો વીડિયો ખુબ જ વાયરલ પણ થયો પરંતુ તેની પાછળની હકીકત જાણીને તમે પણ હેરાન રહી જશો.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિ હેલીકૉપ્ટરને રોડ ઉપર લાવીને ઉભું કરે છે, જેના બાદ રોડ ઉપર જ તેને દોડાવવા લાગે છે અને પછી જોત જોતામાં આ હેલીકૉપ્ટર આકાશમાં ઉડવા લાગી જાય છે.  જાણવા મળી રહ્યું છે કે આ હેલીકૉપ્ટરમાં Volkswagen Beetle Engine લગાવવામાં આવ્યું હતું. અને બાઈક, ટ્રક અને મોટરસાઇકલના સામાન લગાવીને તેને બનાવવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વ્યક્તિએ આ જુગાડુ હેલીકૉપ્ટર સાથે ઉંડાણ ભરી નહોતી. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે તે હકીકતમાં પરાઈબા શહેરમાં એક વિમાન કાર્યક્રમમાં ફિલ્માવવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે જોઆઓ ડાયસ શહેરના રહેવા  ગોમ્સ બાળપણથી જ એવિએશનના શોખીન છે. તેમને વોક્સવેગન બીટલનું એન્જીનની સાથે સાથે અન્ય વાહનોના ભાગમાંથી પણ વિમાનનું નિર્માણ કર્યું છે. પરંતુ હજુ સુધી તેને ઉડાવવામાં અસમર્થ રહ્યા છે.

જયારે એક કાર્યક્રમ દરમિયાન તેમને અલગ અલગ વિમાન ઉડાવ્યા ત્યારે આ દાવા સાથે વીડિયો વાયરલ થઇ ગયો કે તેમને પોતાનું બનાવેલું વિમાન ઉડાવ્યું. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કરવામાં આવતો દાવો તદ્દન ખોટો છે. કબાડમાંથી બનેલા વિમાને ઉડાન ભરી નથી.

Kashyap Kumbhani