હેલિકોપ્ટરનું આટલું ખતરનાક લેન્ડિંગ આજ પહેલા કયારેય નહિ જોયુ હોય, વીડિયો જોઇ હચમચી ઉઠશો

કેદારનાથમાં હેલીકોપ્ટર બેસતા પહેલા સાવધાન: હેલિપેડ પર ઉતરતા સમયે જમીન પર ટકરાયુ, વીડિયો જોઈને હાજા ગગડી જશે

ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રા સતત હેડલાઇન્સમાં રહે છે. આ વર્ષે પ્રવાસ દરમિયાન અનેક મુસાફરોએ જીવ ગુમાવ્યા છે. આ આંકડો પણ 100ને પાર કરી ગયો છે. હવે આ બધાની વચ્ચે કેદારનાથનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં અનિયંત્રિત હેલિકોપ્ટરનું ખતરનાક લેન્ડિંગ જોવા મળી રહ્યું છે. જેને કારણે ઘણા પ્રવાસીઓ પણ પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળી રહ્યા છે.લેન્ડિંગ દરમિયાન પાયલોટે થોડીવાર માટે હેલિકોપ્ટર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને તે બાદ હેલિકોપ્ટર જમીન પર અથડાયું હતું અને હવામાં પાછું ઉછળ્યું હતું.

બાદમાં કોઈક રીતે પાયલોટે હેલિકોપ્ટર પર કાબૂ મેળવ્યો અને તેને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. આ દરમિયાન કોઈ મુસાફરને ઈજા થઈ ન હતી અને તમામ સુરક્ષિત હતા. પરંતુ આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે અને એડવાઈઝરી જારી કરી છે. કેદારનાથનો આ વીડિયો 31 મેનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે હેલિકોપ્ટર ઝડપથી જમીન તરફ આગળ વધી રહ્યું છે. તે સમયે ઘણા લોકો ત્યાં હાજર હોય છે. હેલિકોપ્ટર જમીન પર પડતાની સાથે જ લોકોમાં ગભરાટ ફેલાય છે અને તેઓ અહીં-તહીં ભાગવા લાગે છે.

વીડિયો વાયરલ થયા બાદ DGCAએ કામગીરી માટે કડક સૂચના આપી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જવાબદાર ઓપરેશનલ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે, જોરદાર પવન અને ખરાબ હવામાનના કારણે પાયલોટને લેન્ડિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કોઈક રીતે પાયલટે હેલિકોપ્ટરને પોતાના કાબૂમાં લઈ લીધું હતું અને કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. જો હેલિકોપ્ટર ત્યાં ક્રેશ થયું હોત તો મોટી દુર્ઘટના થઈ શકતી હતી.

કારણ કે તે દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભક્તો ત્યાં હતા અને ઘણા લોકો હેલિકોપ્ટર દુર્ઘટનાનો ભોગ બન્યા હોત.ચારધામ યાત્રા દરમિયાન હેલિકોપ્ટર ઉડાડનારા પાયલોટ પૂરતી લાયકાત ધરાવતા હોવા જોઈએ તે વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. તેમની પાસે પૂરતો અનુભવ હોવો જોઈએ, મુસાફરોની સુરક્ષા સાથે કોઈપણ કિંમતે બાંધછોડ કરી શકાય નહીં. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું હતું, પરંતુ તે મુસાફરોથી થોડે દૂર પડી ગયું હતું. જેના કારણે લોકોને સમયસર જવાનો પણ વારો આવ્યો હતો અને મોટી દુર્ઘટના પણ ટળી હતી.

Shah Jina