તળાવમાંથી પાણી ભરી રહ્યુ હતુ હેલિકોપ્ટર ને પલક ઝપકતા જ હવામાં લટ્ટુની જેમ ફરવા લાગ્યુ…મચી ગઇ અફરા-તફરી

તળાવમાંથી પાણી ભરી રહ્યુ હતુ હેલિકોપ્ટર ને પલક ઝપકતા જ હવામાં લટ્ટુની જેમ ફરવા લાગ્યુ…મચી ગઇ અફરા-તફરી, હિંમત રાખીને જુઓ વીડિયો

ફ્રાન્સના રોસ્પોર્દન તળાવ પર રવિવારે સાંજે એક હ્રદયસ્પર્શી ઘટના સર્જાઈ. આગ ઓલવવા માટે મોકલાયેલું હેલિકોપ્ટર અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને જોરદાર ધડાકાની સાથે તળાવમાં પડ્યું. પ્રત્યક્ષદર્શીઓનું કહેવુ છે કે હેલિકોપ્ટર તળાવમાંથી પાણી ભરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે જ તેની ટેલ (પાછળનો હિસ્સો) પાણીમાં ધસી ગઈ. પાયલોટે જેમ ઉપર ઉઠાવવાનો પ્રયાસ કર્યુ ત્યારે બેકાબૂ થઈને ગોળ-ગોળ ફરવા લાગ્યુ. માત્ર કેટલીક જ સેકન્ડમાં હેલિકોપ્ટર હવામાં લટક્યુ અને સીધું તળાવમાં જઈ પડ્યું.

અથડામણ એટલી ભયાનક હતી કે ચારેતરફ પાણીના ઊંચા મોજા ઊઠ્યા અને કાટમાળ વિખેરાઈ ગયો. આ દરમિયાન કિનારે ઉભેલા લોકોની ચીસો પણ ગુંજતી રહી. જો કે ચમત્કારિક રીતે પાયલોટ અને તેની સાથે હાજર ફાયરફાયટર બંને જ સુરક્ષિત બહાર આવી ગયા અને તરીને કિનારે પહોંચી ગયા. આ પહેલાં આ હેલિકોપ્ટર દિવસભરમાં 27 વાર પાણી ઠાલવીને લગભગ 10 હેક્ટેર વિસ્તારને બચાવી ચુક્યું હતું પણ અંતિમ ટ્રિપ દરમિયાન અચાનક ગડબડ થઈ ગઈ.

આ ઘટનાના એક પ્રત્યક્ષદર્શી જણાવ્યું- ‘તે ખૂબ જ તેજીથી નીચે પડી રહ્યું હતું, મને લાગ્યું કે હવે તે જોરદાર ધડાકાથી ફાટી જશે. જેમ ફ્લિપ થયું, મશીન દરેક દિશામાં ફરવા લાગ્યુ.’ સ્થાનિક વહીવટીતંત્રે પાયલોટ અને ફાયરફાયટરની બહાદુરી અને ધૈર્યની પ્રશંસા કરી. ફ્રેન્ચ વહીવટીતંત્રે કહ્યું, ‘આ અકસ્માત આપણને યાદ અપાવે છે કે દરરોજ ફાયરફાયટર્સ અને તેમના સાથીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને લોકો અને સંપત્તિનું રક્ષણ કરે છે.’આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

Previous Article

લાંબા સમય સુધી બંધ હતુ પ્લેનનું ટોયલેટ, દરવાજો ખુલ્યો તો અંદરનો સીન જોઇ એર હોસ્ટેસ ચોંકી ગઇ

Next Article

ગુજરાતીઓનો ફેવરિટ શેર 100 રૂપિયાથી 6.72 રૂપિયા આવી ગયો, લાખો બિચારા ઇન્વેસ્ટરો ધોવાયા

error: Unable To Copy Protected Content!