મોટી ખુશખબરી: અંબાલાલ પટેલે વરસાદ મામલે કરી મોટી આગાહી, આ તારીખે પડશે વરસાદ

વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે, જયાં પાણીનો અભાવ હોય ત્યાં પાક સુકાઈ જવાની ભીતિ સેવાઇ રહી છે. ત્યારે હવે વરસાદને લઇને આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 13 જુલાઇથી લઇને 20 જુલાઇમાં 3થી 15 ઇંચ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હવે ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે ત્યારે ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે, ત્યારે હવે નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં હવે અતિભારે વરસાદ પડી શકે છે.

ઉત્તર-મધ્ય ગુજરાતમાં 4 ઇંચથી વધુ વરસાદની સંભાવનાવ્યક્ત કરવામાં આવી છે તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, આણંદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં પમ ભારે વરસાદની શક્યતા છે. તો બીજી બાજુ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે, રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના સેવાઇ રહી છે. અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસે પણ અલગ અલગ જગ્યાએ વરસાદ પડી શકે છે.હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 11 જૂલાઈથી 20 જૂલાઈ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે

Shah Jina