ગુજરાતીઓ માટે ખુશખબરી: જાણો ક્યાં કેવો વરસાદ પડી શકે છે?

રાજયમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઇ ચૂકી છે. જન્માષ્ટમીના પાવન અવસર પર મેઘરાજાએ પધરામણી કરી હતી. રાજયમાં વરસાદ થતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. આ ઉપરાંત હવે મેઘરાજાની રીએન્ટ્રી વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે,

તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજયના લગભગ તમામ જિલ્લામાં વરસાદની શક્યતા જણાવવામાં આવી છે. રાજયમાં જન્માષ્ટમીના અવસર પર સોમવારે રાજયના અનેક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગ અનુસાર, ત્રણ સપ્ટેમ્બર સુધી રાજયમાં વરસાદી માહોલ રહેશે. ખેડૂતો માટે હવે સારા સમાચાર છે. રાજયમાં 4-5 દિવસ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 43.14 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 14 તાલુકામાં 1000 મીમીથી વધુ વરસાદ થયો છે.

ઘણા લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર એન્ટ્રી કરી છે. હવામાન વિભાગની આગાહી બાદ રાજયના 115 તાલુકામાં ગઇકાલે વરસાદ નોંધાયો હતો. પાલનપુરમાં 2 ઇંચ વરસાદ જયારે સિદ્ધપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો સરસ્વતિ, ઉંઝા, પ્રાંતિજ અને પાટણમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ઉમરગામમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો.

પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં 31મી ઓગસ્ટ બાદ ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. જ્યારે આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. જયારે 3 થી 10 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 31મીએ ભારે વરસાદ જ્યારે પહેલી-બીજી સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આખા ગુજરાત રાજ્યમાં આજથી લઈને આવતી તા.5મી સપ્ટેમ્બર સુધી વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી વચ્ચે સુરત સિટીના જિલ્લામાં સવારથીઘણી જગ્યાએ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેમાં ઓલપાડમાં અડધો ઈંચ વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે સુરત સિટી સહિત અન્ય તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે.

સમાચાર મળી રહ્યા છે કે વલસાડ જિલ્લામાં શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ પૂર્ણ થયા બાદ નાઈટમાં 2 વાગ્યે મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. જિલ્લામાં વલસાડ, વાપી, ઉમરગામ પારડી અને કપરાડા તાલુકામાં મેહુલિયો મન મૂકી વરસ્યો હતો.

સૌરાષ્ટ્ર-કચ્છ, નોર્થ અને સાઉથ ગુજરાત સહિત તમામ વિસ્તારમાં સારો થશે. તો સાઉથમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી, વલસાડ, નવસારી અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં અને પણ ભારે વરસાદ થવાનો છે. આખા ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદ થશે. તો હવામાન વિભાગ દ્વારા સાઉથ ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આમ જોઈએ તો ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસાની સીઝન દરમિયાન કુલ 43.14 % વરસાદ પડ્યો છે. ગુજરાતમાં 14 તાલુકા એવા છે જેમાં 1000 મીમીથી વધુ વરસાદ થયો છે. 501-1000 મીમી વચ્ચે વરસાદ થયેલા તાલુકાની સંખ્યા 25 છે. તો 251-500 મીમી વરસાદ રાજ્યના 106 તાલુકામાં થયો છે. ઈમ્પોર્ટન્ટ વાત છે કે મોન્સૂન સીઝનની અડધી સીઝન પૂરી થયા બાદ પણ રાજ્યમાં હજુ 49 ટકા જેટલા વરસાદની ઘટ છે.

Shah Jina