લો બોલો.. પરણવાનો ક્રેઝ તો જુઓ, ધોધમાર વરસાદમાં પણ હાથમાં છત્રી લઈને વર-કન્યા ફર્યા લગ્નના ફેરા, વીડિયો થયો વાયરલ

આવા લગ્ન આજ પહેલા ક્યારેય નહિ જોયા હોય, ધોધમાર વરસાદમાં કન્યાનો હાથ પકડીને પલળતા પલળતા વરરાજાએ લીધા ફેરા, જુઓ વીડિયો

Heavy Rain Wedding Video : ઇન્ટરનેટ પર લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર કેટલીક એવી એવી ઘટનાઓ પણ જોવા મળે છે જેને લઈને આપણે પણ હેરાન રહી જઈએ. તો ઘણીવાર વર કન્યા દ્વારા એવી હરકત કરવામાં આવે છે આપણે પણ હસવા લાગીએ. પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેને જોઈને તમે ચોક્કસ હસવાના છો.

લગ્ન એ ખુબ જ ખાસ પ્રસંગ છે અને આ પ્રસંગને યાદગાર બનાવવા અને તેમાં કોઈ અડચણ ના આવે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે, પરંતુ કયારેક કુદરત એવી પરિસ્થિતિ સર્જે છે કે વરસાદ અથવા વાવાઝોડાના કારણે અડચણ આવતી હોય છે. પરંતુ લોકો આ પરિસ્થિતિમાં પણ કોઈ જગાડ કરતા હોય છે.

ત્યારે હાલ જે વીડિયો વાયરલ થયો છે તેમાં તો વરસાદમાં પણ લગ્ન અટકતા નથી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને વરરાજા તેની કન્યાનો હાથ પકડીને મંડપમાં ફેરા ફરતો જોવા મળે છે. આ દરમિયાન તેને હાથમાં છત્રી પણ પકડી છે તે છતાં બંને ખુબ જ ભીંજાઈ ગયા છે, પરંતુ તે લગ્નની વિધિ ચાલુ જ રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

આ વાયરલ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર giedde નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું ‘સમર્પણ’. આ નજારો જોઈને કેમેરાની પાછળ ઉભેલા લોકો જોર જોરથી હસી રહ્યા છે. તે જ સમયે, તે કહેતા પણ સાંભળી શકાય છે  “જલ્દી કરો.” ત્યારે આ વીડિયોને પણ હવે લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે અને ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel