આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં આરોગ્ય જાળવવા માટેના કેટલાક વિશેષ નિયમો પેઢી દર પેઢી ચાલી રહ્યા છે, જેને હવે આધુનિક મેડિકલ સાયન્સ પણ સ્વીકારી રહ્યું છે. સ્વસ્થ રહેવા માટે માત્ર કેલરી ગણવી કે ઘડિયાળ જોઈને ઊંઘવું જરૂરી નથી, પરંતુ શરીરની કુદરતી જરૂરિયાતોને સમજવી અત્યંત મહત્વપૂર્ણ છે. જો આપણે ખાવા-પીવાની ટેવો, શરીરને આરામ આપવાની રીત, બેસવાની મુદ્રા અને કુદરત સાથેના સંપર્ક પર ધ્યાન આપીએ તો મોટાભાગની બીમારીઓથી દૂર રહી શકાય છે. આ લેખમાં આપેલા ૫ સરળ યોગિક ઉપાયો તમારા શરીરની શક્તિ અને પ્રતિકારક ક્ષમતા વધારીને તમને કુદરતી રીતે તંદુરસ્ત રાખવામાં મદદ કરશે.

1. તાંબાના વાસણનું પાણી પીઓ
મેડિકલ સાયન્સ પણ હવે તાંબાના બેક્ટેરિયા-નાશક ગુણોને સ્વીકારે છે. પાણીમાં પોતાની સ્મરણશક્તિ (યાદશક્તિ) હોય છે, જેથી તેને કયા પાત્રમાં રાખવામાં આવે છે તે ખૂબ મહત્વનું છે. જો પાણીને રાતભર કે ઓછામાં ઓછા 4 કલાક તાંબાના વાસણમાં રાખવામાં આવે, તો તે તાંબાના ગુણો ગુહણ કરે છે, જે તમારા લીવર અને શરીરની કાર્યક્ષમતા માટે ઉત્તમ છે. ઉપરાંત, પાઇપોમાંથી આવતા પાણીને ૧ કલાક સ્થિર રાખવાથી તેનો દોષ દૂર થાય છે.

2. શરીરને ઊંઘની નહીં, પરંતુ આરામની જરૂર છે
શરીર માટે 8 કલાકની ઊંઘ જ જરૂરી છે એવું નથી, ખરી જરૂરિયાત આરામની છે. જો તમે દિવસભરના કામ કે કસરતને તણાવમુક્ત રહીને કરશો, તો શરીરને ઓછી ઊંઘની જરૂર પડશે. કોઈપણ કામ કે વ્યાયામ જંગ લડતા હોય તેમ તણાવમાં ન કરો. શરીર જ્યારે સંપૂર્ણ આરામ અનુભવશે ત્યારે તે પોતાની મેળે જ જાગી જશે. કામના શ્રમ મુજબ આહાર અને ઊંઘનું પ્રમાણ નક્કી કરવું જોઈએ.

૩. દર બે અઠવાડિયે એક વાર ઉપવાસ કરો
શરીરના 40 થી 48 દિવસના ‘મંડળ’ ચક્રમાં કેટલાક દિવસો એવા હોય છે જ્યારે શરીરને ખોરાકની જરૂર નથી હોતી. હિન્દુ પંચાંગ મુજબ દર 14 દિવસે આવતી ‘એકાદશી’ એ શરીરની અંદરથી સફાઈ કરવાનો દિવસ છે. જો તમે કશું જ ખાધા વગર ન રહી શકો, તો ફળાહાર લઈ શકો છો. પરંતુ ઉપવાસ કરતા પહેલા ખોરાકની આદતો સુધારવી જરૂરી છે, પરાણમુક્ત કે જોર-જબરદસ્તીથી ભૂખ્યા રહેવું શરીરને નુકસાન પહોંચાડે છે.

4. કરોડરજ્જુ (પીઠ) સીધી રાખીને બેસો
શરીરના મહત્વના આંતરિક અંગો પેટ અને છાતીના ભાગમાં મુક્ત રીતે ઝૂલે છે. જ્યારે તમે રીઢની હડ્ડી (કરોડરજ્જુ) સીધી રાખીને બેસો છો, ત્યારે આ અંગોને સૌથી વધુ આરામ મળે છે. નમીને કે ટેકો દઈને બેસવાથી આંતરિક અંગો પર દબાણ આવે છે અને તેમની કાર્યક્ષમતા ઘટે છે. તેથી સ્નાયુઓને આરામ આપતી વખતે પણ કરોડરજ્જુ સીધી રાખવાની ટેવ પાડવી જોઈએ.

5. પંચતત્વો અને માટીના સંપર્કમાં રહીને જીવો
આપણું શરીર પૃથ્વી (માટી)નો જ એક ભાગ છે. દરરોજ ઓછામાં ઓછું 30 થી 45 મિનિટ ખાલી હાથે કે પગે જમીન/બગીચામાં કામ કરવાથી અથવા માટીના સંપર્કમાં રહેવાથી ઘણી શારીરિક અને માનસિક બીમારીઓ આપોઆપ દૂર થઈ જાય છે. સતત બૂટ-ચંપલ પહેરીને પાકા મકાનોમાં રહેવાથી આપણે કુદરતથી દૂર થઈએ છીએ, જેથી જમીન સાથેનો સીધો સંપર્ક શરીરને કુદરતી રીતે સાજું કરે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી ચિકિત્સક પરામર્શ પર આધારિત છે, કોઈપણ ઉપાય કરતા પહેલા ડોકટરી સલાહ અવશ્ય લેવી. ગુજ્જુરોકસ કોઇ પણ પ્રકારના દાવાની પ્રામાણિકતાની પુષ્ટિ કરતુ નથી.)