ટ્રેનમાં જેમાં લોકો ખારીસીંગ વેંચતા હોય તેમ આ વ્યક્તિ પ્લેનમાં પણ વેચવા લાગ્યો સામાન, વીડિયો જોઈને યુઝર્સ પણ થઈ રહ્યા છે હેરાન, જુઓ ફની વીડિયો

તમે બસમાં કે ટ્રેનમાં સફર કરતા હશો ત્યારે તમને કેટલાક ફેરિયાઓ દેખાશે જે પોતાનો સામાન વચેવા માટે બુમરાણ મચાવી દેતા હોય છે. ઘણીવાર તો તે અનોખા અંદાજમાં પણ પોતાનો સામાન વેચતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય પ્લેનમાં કોઈ વ્યક્તિને સામાન વેચતો જોયો છે ? તમારા મનમાં પણ પ્રશ્ન થાય કે પ્લેનમાં કોઈ ફેરિયો કેવી રીતે આવી શકે ? તો હાલ સોશિયલ મીડિયામાં પ્લેનમાં સામાન વેંચતા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઘણી વખત ફેરીવાળા તેમની વિચિત્ર અને જરા હટકે શૈલીમાં માર્કેટિંગ કરતા જોવા મળે છે. ફેરિયાની આ શૈલી ઘણી વખત આશ્ચર્યચકિત કરે છે, અને ક્યારેક તેમને પેટ પકડીને હસાવે પણ છે. ટ્રેન અને બસમાં ફેરિયાઓને સામાન વેચતા જોવું સામાન્ય વાત છે, પરંતુ પ્લેનમાં કોઈને સામાન વેચતા જોવા એ ખુબ જ મોટી વાત છે.

હાલમાં જ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ ઉડતા પ્લેનની અંદર સામાન વેચતો જોવા મળી રહ્યો છે, જેને જોઈને તમે એક મિનિટ માટે પણ તમારા હાસ્યને કાબૂમાં નહીં રાખી શકો. પ્લેનમાં ફેરિયાનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઝડપથી આગળ વધતા વીડિયોમાં એક માણસ પ્લેનની અંદર તેના પરિચિતો સાથે મજાક મસ્તી કરતો, સામાન વેચતો અને હસાવતો જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Bj Bala (@bjbala_kpy)


વાસ્તવમાં પ્લેનમાં મસ્તી કરતો જોવા મળેલો આ વ્યક્તિ કોઈ ફેરિયો નથી, પરંતુ તેના પરિવારના સભ્યો સાથે આવો મજાક કરતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બીજે બાલા નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને બધા જ હસવા લાગ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળ્યા છે, વીડિયો જોયા બાદ યુઝર્સ તેના પર એકથી વધુ ફની રિએક્શન આપી રહ્યા છે.

Niraj Patel