રાજકોટમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા, દંપતીએ સજોડે જ હવનકુંડમાં પોતાનું માથું હોમીને આપી દીધી બલી, 50 રૂપિયાના સ્ટેમ્પ પર લખ્યું એવું કે…. રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના

200 કિલોની ધારદાર વસ્તુ દ્વારા દંપતીનું માથું કપાયું, પત્નીનું માથું પડ્યું કુંડમાં અને પતિનું દૂર, અંધશ્રદ્ધાએ લીધો મકવાણા પરિવારના દંપતીનો જીવ, જુઓ હચમચાવી દેનારી ઘટનાની તસવીરો

આજે જમાનો આધુનિક બન્યો છે, તેમ છતાં ઠેર ઠેર અંધશ્રદ્ધાના ઘણા બધા કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ઘણી વાર લોકો અંધશ્રદ્ધાની ચપેટમાં આવીને લાખો કરોડો રૂપિયા પણ ગુમાવતા હોય છે તો બલિના નામ પર ઘણા લોકોનો જીવ પણ જતો હોય છે. ત્યારે હાલ રાજકોટમાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારો મામલો સામે આવ્યો છે.

રાજકોટના વિંછીયા વિસ્તારમાં આવેલી એક વાડીમાં રહેતા દંપતીએ ગત શનિવારની રોજ રાત્રીના સમયે તાંત્રિક વિધિ દરમિયાન પોતાનું જ માથું ધડથી અલગ કરીને હવનકુંડમાં હોમીને કમળપૂજા સંપન્ન કરી હોવાનું સામે આવ્યું છે, આ આ ખબર જંગલમાં આગની જેમ ફેલાઈ અને ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ચકચારી મચી ગઈ હતી.

વિધિ કરતા પહેલા દંપતીએ 50 રૂપિયા સ્ટેમ્પ પર પોતાની અંતિમ નોટ પણ લખી હતી. જે પોલીસના હાથે લાગી છે. હવન કુંડમાં પોતાનમી જાતની બલી આપી દેનારા આ દંપતીનું નામ હતું 37 વર્ષોય હેમુભાઈ ભોજાભાઈ મકવાણા અને તેમના પત્ની 36 વર્ષીય હંસાબેન મકવાણા. પરિવારજનોને રવિવારના રોજ આ ઘટના અંગે જાણ થતા તેમને પોલીસને પણ જાણ કરી હતી.

ઘટના અંગે જાણ થતા જ વિંછીયા પોલીસ અને મામલતારની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવી હતી અને દંપતીના મૂર્તદેહને વીંછીયાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયા બાદ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ મોકલી આપ્યા હતા. મૃતક હેમુભાઇના પિતા ભોજાભાઈએ મીડિયાને જણાવ્યું કે તેમનો દીકરો અને પુત્રવધુ છેલ્લા 3 વર્ષથી ઘરમાં તાંત્રિક વિધિ કરતા હતા.

તેમને એમ પણ જણાવ્યું કે પોતાના વિધિ માટે તેમને વાડીમાં જ કંતાન બાંધીને માંચડો તૈયાર કર્યો હતો અને પોતાની જ બલી આપવા માટે 200 કિલો લોખંડની ધારદાર વસ્તુ ટીંગાડી હતી, જેને એક દોરી સાથે બાંધી દીધી અને દોરીનો છેડો પોતાની પાસે રાખ્યો હતો. જેના બાદ હેમુભાઈએ એ દોરીને આગ લગાવી હતી.

દોરી સળગતી સળગતી જયારે છેક ઉપર બાંધેલા લોખંડ પાસે પહોંચી ત્યારે માંચડા પર બાંધેલી એ ધારદાર લોખંડીની વસ્તુ છૂટી પડી અને દંપતીનું માથું ધડથી અલગ થઇ ગયું. જેમાં પત્નીનું માથું હવનકુંડમાં પડ્યું જયારે પતિનું માથું કુંડથી થોડે દૂર જઈને પડ્યું હતું. આ મામલે પોલીસ અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel