આ યુવતી અનિલ કપૂરની વહુ બનશે? જુઓ રસ્તા પર સ્પોટ થયા બંને, યુવતી રસ્તા પર સિગરેટની કસ લેતી હતી….

અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધનની અત્યાર સુધીની ફિલ્મી કારકિર્દી ભલે ખાસ રહી ના હોય પરંતુ તે છતાં પણ હર્ષવર્ધન અચાનક ચર્ચામાં આવી ગયા છે. લાઈમલાઈટથી ખુદને દૂર રાખવા વાળા હર્ષવર્ધન તે સમયે ચર્ચાનો વિષય બની ગયા જયારે તે એક મિસ્ટ્રી ગર્લનો હાથ પકડીને રસ્તા પર ફરતા નજર આવ્યા. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો સવાલ કરી રહ્યા છે કે શું આ જ અનિલ કપૂરની થવા વાળી વહુ છે?.

સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં હર્ષવર્ધન કપૂર મિસ્ટ્રી ગર્લ સાથે રસ્તા પર ફરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હર્ષવર્ધન એક છોકરીનો હાથ પકડીને જઈ રહ્યા છે. આ દરમ્યાન બંને ખુબ વાતો પણ કરી રહ્યા છે સાથે હસી પણ રહ્યા છે. છોકરી હર્ષવર્ધન સાથે વાત કરતા કરતા સ્મોકિંગ પણ કરતી નજર આવી રહી છે.

વીડિયોમાં હર્ષવર્ધન કેઝયુઅલ લુકમાં નજર આવી રહ્યા છે. તેમણે ફ્લોરલ પ્રિન્ટેડ શર્ટ અને શોર્ટ્સ પહેરેલા છે. તેમજ તેની સાથે નજર આવી રહેલી છોકરીએ મલ્ટી કલર ક્રોપ ટોપ અને સફેદ શોર્ટ્સ પહેરેલું છે. મિસ્ટ્રી ગર્લની સાથે હર્ષવર્ધનનો આ વીડિયો મુંબઈના ખાર ઇલાકાનો છે. બંને ફરતા ફરતા એક રેસ્ટ્રોમાં જતા નજર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે અને યુઝર્સ આ વીડિયો પર જાત જાતની કોમેન્ટ પણ કરી રહ્યા છે.

વીડિયો જોયા બાદ ચાહકો કયાસ લગાવી રહ્યા છે કે આ છોકરી હર્ષવર્ધનની ગર્લફ્રેંડ છે. એક યુઝરે લખ્યું કે,’છોકરી સ્મોકિંગ કરી રહી છે’. બીજા એક યુઝરે કોમેન્ટ કરી છે કે,’આ છોકરી કોણ છે. તો બીજા એક અન્ય યુઝરે લખ્યું કે,’વાહ અનિલ કપૂરની થવા વાળી વહુ’.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આની પહેલા હર્ષવર્ધને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે,’મને મારી લવ લાઈફ પ્રાઇવેટ રાખવી પસંદ છે. મને મારી પ્રાઇવસી જોઈએ છે. હું ફિલ્મોમાં કામ કરવાનું પસંદ કરું છું તેના વિશે વાત કરવી પણ પસંદ છે અને ત્યારબાદ ગાયબ થઇ જવું. હું ખુબ જ બોરિંગ છોકરો છું જેના કારણે મારી કોઈ ગર્લફ્રેંડ પણ નથી.’

Patel Meet