ફિલ્મ “બજરંગી ભાઇજાન”ની મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રાનો ડાંસ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયોમાં હર્ષાલી ઉર્વશી ગીત પર ધમાકેદાર ડાંસ કરતી નજરે પડી રહી છે. હર્ષાલીના ડાંસ મૂવ્સ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. હર્ષાલી મલ્હોત્રાએ આ વીડિયોમાં ઘણા મોટા બોલિવુડ સેલેબ્સને ટેગ કર્યા છે.
3 જૂન 2008ના રોજ જન્મેલી હર્ષાલી તેની કયુટનેસને કારણે ઇન્ટરનેટ પર છવાઇ ગઇ છે. તે લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 4 લાખથી વધારે ફોલોઅર્સ છે.
હર્ષાલીનો આ થ્રોબેક વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. હર્ષાલીએ આ વીડિયોને બે વર્ષ પહેલા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો અને આ વીડિયોને એક લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે. આ સમયે તેની ઉંમર લગભગ 10 વર્ષની હતી.
View this post on Instagram
હર્ષાલી મલ્હોત્રા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે નિયમિત રીતે તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરતી રહે છે. હર્ષાલી મલ્હોત્રાએ હાલમાં જ એક વીડિયો ઇન્સ્ટગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તે ખુલ્લી ગાડીમાં હવામાન એન્જોય કરતી જોવા મળી હતી.
View this post on Instagram
હર્ષાલી મલ્હોત્રાએ સલમાન ખાનની ફિલ્મ “બજરંગી ભાઇજાન”માં કામ કર્યુ હતું. આ ફિલ્મથી તે મુન્નીના નામે લોકપ્રિય થઇ હતી.
આ ફિલ્મ સમયે તેની ઉંમર લગભગ 7 વર્ષની હતી અને તે હવે લગભગ 12 વર્ષની થઇ ચૂકી છે.