પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા જલ્દી જ બંધાઈ શકે છે લગ્નના બંધનમાં, ગાયક હાર્ડી સંધુએ આપ્યું કન્ફર્મેશન… જુઓ શું કહ્યું ?

આખરે થઇ ગયો પરિણીતી અને રાઘવના લગ્નને લઈને મોટો ખુલાસો, હાર્ડી સંધુએ કહ્યું, “મેં પરિણીતીને ફોન કરીને શુભકામનાઓ પાઠવી છે…” જુઓ બીજું શું કહ્યું ?

દેશભરમાં હાલ લગ્નની ધૂમ મચતી જોવા મળી રહી છે. ઠેર ઠેર ઘણા બધા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે સામાન્ય માણસની જેમ સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાતા જ ચાહકો ખુશીથી ઝૂમી ઉઠે છે. ઘણા બધા સેલેબ્સના લગ્ન, સગાઈ અને તેમના રિલેશનને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ જામતી હોય છે. ત્યારે એવી જ એક બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી પરિણીતી ચોપરાના લગ્નને લઈને હાલ ખબરો પુરજોશમાં ચાલી રહી છે.

પરિણીતી છેલ્લા કેટલાક દિવસોમાં આપના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે ઘણી વખત જોવા મળી છે અને તેમના સંબંધોની ચર્ચાઓએ પણ માહોલ ગરમ કર્યો છે. જો કે પરિણીતી અને રાઘવે આ અંગે મૌન સેવી લીધું છે. પરંતુ આ દરમિયાન એક્ટર અને સિંગર હાર્ડી સંધુએ તેમના સંબંધોની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.

તાજેતરમાં જ હાર્ડી સંધુએ ડીએનએ સાથેની વાતચીતમાં પરિણીતી અને રાઘવ ચઢ્ઢા વચ્ચેના સંબંધોની પુષ્ટિ કરી હતી. પરિણીતી અને રાઘવના સંબંધોના સવાલ પર હાર્ડી કહ્યું, ‘હું ખૂબ જ ખુશ છું કે આખરે આવું થઈ રહ્યું છે. હું તેને શુભેચ્છા પાઠવું છું. હાર્ડીએ  એ પણ જણાવ્યું કે તેણે પરિણીતીને અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. હાર્ડીએ કહ્યું- ‘હા મેં તેને ફોન કર્યો અને શુભેચ્છા પાઠવી.’

વાતચીત દરમિયાન હાર્ડીએ જણાવ્યું કે જ્યારે તે પરિણીતી સાથે ફિલ્મ કોડ નેમ તિરંગાનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે બંને ઘણી વખત રિલેશનશિપના વિષય પર વાત કરતા હતા. હાર્ડીએ કહ્યું- ‘પરી અને મારી કોડ નેમ તિરંગાના શૂટિંગ દરમિયાન ઘણી વખત રિલેશનશિપનો વિષય પણ ચર્ચામાં આવ્યો હતો. પછી તે કહેતી – હું ત્યારે જ લગ્ન કરીશ જ્યારે મને ખ્યાલ આવશે કે હા આ વ્યક્તિ મારા માટે પરફેક્ટ છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં પરિણીતી અને રાઘવ લંચ અને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા છે. એક તરફ, જ્યાં તેઓ પેપરાજી માટે પોઝ આપે છે, તો બીજી તરફ, તેઓ સંબંધ અથવા લગ્નના પ્રશ્નોને ટાળે છે. તાજેતરમાં જ પેપરાજીએ પરિણીતીને લગ્નનો સીધો સવાલ પૂછ્યો હતો, ત્યારબાદ અભિનેત્રીએ આ પ્રશ્નને અવગણીને હસતાં હસતાં જતી રહી હતી. પરિણીતીના બ્લશિંગ વીડિયોને ચાહકોએ તેની હા માની લીધી હતી.

Niraj Patel