મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતીને હરનાઝ સંધુ પહોંચી મુંબઈ, એરપોર્ટ ઉપર તાળીઓના ગળગળાટ સાથે થયું ભવ્ય સ્વાગત

પંજાબની હરનાઝ સંધુએ વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરી દીધું છે. તેને મિસ યુનિવર્સ 2021નો ખિતાબ પોતાના નામે કર્યો. જેના બાદ તે પોતાના દેશમાં પરત  ફરી અને મુંબઈ એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેના એરપોર્ટની બહાર નીકળતા જ તાળીઓના ગડગડાટ સાથે લોકોએ તેનું સ્વાગત કર્યું.

મુંબઈ એપોર્ટ ઉપર હરનાઝનું ઉષ્માભેર સ્વાગત થતું જોઈને તે ખુબ જ ખુશ થઇ ગઈ હતી અને “ચક દે ફટ્ટે” કહીને સૌનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. એરપોર્ટ ઉપર તેને શાનથી તિરંગો પણ લહેરાવ્યો હતો. તમને જણાવી દઈએ કે ભારતને મિસ યુનિવર્સનો તાજ 21 વર્ષ બાદ મળ્યો છે. જેના કારણે આખો દેશ હરનાઝ ઉપર ગર્વ કરી રહ્યો છે.

હરનાઝ સંધુનું મુંબઈ એરપોર્ટ ઉપર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેની એક ઝલક જોવા માટે લોકોના ટોળા ઉમટી આવ્યા હતા. આ બધા વચ્ચે જે “ચક દે ફટ્ટે”નો આવાજ ગુંજ્યો તો હરનાઝ પોતાની જાતને રોકી ના શકી અને હાથમાં તિરંગો પકડી અને તેને ગર્વથી લહેરાવવા લાગી ગઈ.

મુંબઈ એરપોર્ટ ઉપર આવી પહોંચેલી હરનાઝ સંધુ લાલ રંગના ડ્રેસમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. તેને પણ એરપોર્ટ તેના સ્વાગત માટે આવેલા લોકોનો હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો હતો. તમને જણાવી દઈએ કે હરનાઝ મોડેલિંગના ક્ષેત્રમાં પણ પોતાનું નામ કરી ચુકી છે. તેને કેટલીક પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જે આવતા વર્ષે રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

હરનાઝ ઘણા લાંબા સમયથી મોડેલિંગ કરી રહી છે. એવામાં હરનાઝની નેટવર્થ પણ ખુબ જ વધારે છે. મીડિયા રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં હરનાઝની નેટવર્થ એક મિલિયન ડોલર હતી, જે વર્ષ 2021માં 5 મિલિયન ડોલર સુધી વધી ગઈ. ભારતીય નાણાં અનુસાર હરનાઝની નેટ વર્થ લગભગ 38 કરોડ રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

આ સ્પર્ધા વિશે જો વાત કરવામાં આવે તો તેમાં 10 રાઉન્ડ હતા. જેમાં દરેક વખતે તે જજનું ધ્યાન તેની તરફ ખેંચતા જીતનો ખિતાબ તેના નામે કરી લીધો. આ સ્પર્ધાના 10 રાઉન્ડની અંદર એક રાઉન્ડ સ્વિમિંગ પુલ રાઉન્ડ પણ હતો, જેમાં હરનાઝ સંધુનો કોન્ફિડેન્સ, લુક્સ અને ગ્લેમર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઓરેંજ અને રેડ પુલ આઉટફીટમાં હરનાઝના આ પોઝને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તેના ચાહવા વાળા આ તસવીર ઉપર ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel