હાર્દિક પટેલે પત્ની કિંજલ પટેલ સાથે લાભ પાંચમના શુભ દિવસે કર્યો મારુતિ યજ્ઞ, તસવીરો થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

થોડા વર્ષો પહેલા શરૂ થયેલા પાટીદાર આંદોલનની આગેવાની કરી રહેલા યુવા નેતા હાર્દિક પટેલ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. હાર્દિક પટેલ આજે કોંગ્રેસમાં જોડાઈ ચુક્યા છે, તે અવાર નવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં આવતા રહે છે, પરંતુ હાલ તેમની કેટલીક તસવીરો પણ વાયરલ થઇ રહી છે.

હાર્દિક પટેલની વાયરલ થઇ રહેલી તસવીરો લાભ પાંચમના દિવસે કરવામાં આવેલી મારુતિ યજ્ઞ પૂજા દરમિયાનની છે. આ તસવીરોની અંદર હાર્દિક પટેલ તેમની પત્ની કિંજલ પટેલ સાથે પુરા મનથી પૂજા કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીરોને હાર્દિક પટેલે જ તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર શેર કરી છે.

તસવીરો શેર કરવાની સાથે હાર્દિકે કેપશનમાં લખ્યું છે, “ગઈકાલે લાભ પાંચમ ને મંગળવારે મારા વતન ચંદ્રનગર ખાતે આવેલા પૌરાણિક શ્રી છબીલા હનુમાન મંદિરના પ્રાંગણમાં મારુતિ યજ્ઞ કર્યો. રામ ભક્ત હનુમાન સૌ ગુજરાતીઓને સ્વસ્થ અને ખુશ રાખે તથા અન્યાયની વિરુદ્ધમાં લડવાની શક્તિ આપે.”

હાર્દિક પટેલે ફેસબુક ઉપર ત્રણ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે પત્ની કિંજલ સાથે પૂજા કરતા જોવા મળી રહ્યા છે. આ તસ્વીરોમાં એમ પણ જોઈ શકાય છે કે હાર્દિક અને તેમની પત્ની કિંજલ બંને પારંપરિક વસ્ત્રોમાં સજ્જ છે. સાથે જ હિન્દૂ વિધિ અનુસાર મારુતિ યજ્ઞની પૂજા પણ કરી રહ્યા છે. એક તસ્વીરમાં તેમના હાથમાં કળશ પણ જોવા મળે છે.

હાર્દિક પટેલ ઉપરાંત તેમની પત્ની કિંજલ પટેલે પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફેસબુકમાં એક તસવીર શેર કરી છે જેમાં તેમને પૂજા કરતા જોઈ શકાય છે. તમને જણાવી દઈએ કે કિંજલ પરીખ હાર્દિકની બાળપણની મિત્ર છે. વિરમગામ તાલુકાના ચંદનનગરી ગામમાં હાર્દિક અને કિંજલનો પરિવાર એક જ શેરીમાં રહેતો હોવાથી હાર્દિક અને કિંજલ બંને એકબીજાને નાનપણથી ઓળખે છે.

હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલ એડવોકેટ છે. તેને કોમર્સમાં ગ્રેજયુએશન કર્યા બાદ  ગાંધીનગરમાં LLBનો અભ્યાસ કર્યો હતો. કિંજલનો પરિવાર મૂળરૂપે સુરતનો છે. પરંતુ ઘણાં સમયથી તેઓ વિરમગામમાં સ્થાયી થયા છે. હાર્દિક અને કિંજલ બંને વચ્ચેની મિત્રતા જોઈને બંને પરિવારજનોને એમ લાગ્યું હતું કે જો આ બંનેના લગ્ન કરાવવામાં આવે તો તે એક સારું કપલ સાબિત થશે.

Niraj Patel