હાર્દિક પટેલે ચાણોદમાં નર્મદા નદીના ત્રિવેણી સંગમ ખાતે પિતા ભરતભાઈ પટેલના અસ્થિઓનું કર્યું વિસર્જન

કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું 9મે ના રોજ કોરોનાના કારણે નિધન થયું હતું. ત્યારબાદ તેમના અસ્થિ વિસર્જન માટે હાર્દિક પટેલ 19 મેના રોજ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં આવેલા ચાણોદ ખાતે પહોંચ્યો હતો.

તીર્થધામના ગોર પિનાકીન મહારાજ દ્વારા હાર્દિકના પિતાના અસ્થિ વિસર્જનની વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ હાર્દિકે નાવડીમાં બેસીને ત્રિવેણી સંગમ પહોંચી પિતાનું અસ્થિ વિસર્જન કર્યું હતું.  હાર્દિકના પિતાના અસ્થિ વિસર્જન સમયે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અભિષેક ઉપાધ્યાય સહિત સ્થાનિક કાર્યકર્તાઓ અને અગ્રણીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

હાર્દિક પટેલના પિતા ભરતભાઈ પટેલનું નિધન કોરોનાના કારણે થયું હતું. તેમની સારવાર યુ.એન. મહેતા હોસ્પિટલમાં ચાલી રહી હતી. ભરતભાઇ હાર્દિકની સામાજિક અને રાજકીય કારકિર્દીમાં સતત સાથે રહેતા હતા.

ભરતભાઈ પટેલના અંતિમ સંસ્કાર ગોતા સ્મશાન ખાતે કરવામાં આવ્યાં હતા. જ્યાં પુત્ર હાર્દિક પટેલ દ્વારા અંતિમ સંસ્કાર પીપીઈ કિટ પહેરીને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી અને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

Niraj Patel