હાર્દિક પંડ્યાએ શેર કર્યો પિતાને યાદ કરતા ખુબ જ ભાવુક વીડિયો, કહ્યું “તમે મારી સાથે નથી, એ વિચારીને જ….”

ગુજરાતી ક્રિકેટર લાડલા પપ્પાને યાદ કરીને થયો ભાવુક, જુઓ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના પિતાનું થોડા સમય પહેલા જ નિધન થયું. પિતાના નિધનથી હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યા ખુબ જ દુઃખી પણ છે. હાર્દિક પોતાના પિતા સાથેની ઘણી યાદો પણ સોશિયલ મીડિયા દ્વારા શેર કરતો રહે છે.

હાલ હાર્દિકે પિતાની યાદ આપવાતો એક એવો જ ભાવુક વીડિયો શેર કર્યો છે, જેની સાથે હાર્દિકે કેપશનમાં લખ્યું છે કે મને રડવું પણ આવે છે.

હાર્દિકના પિતાએ હાર્દિક અને તેના ભાઈ કૃણાલને ક્રિકેટર બનાવવા માટે ખુબ જ મહેનત કરી હતી. પોતે ઘણી ગરબી વેઠી હોવા છતાં તેમના બંને દીકરાઓને ભારતીય ક્રિકેટ ટીમ સુધી પહોંચાવ્યાં હતા.

હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાને કારનો ખુબ જ શોખ હતો. અને તેના માટે હાર્દિકે તેમને એક સરપ્રાઈઝ ભેટ પણ આપી હતી. આ ભેટ આપવા સમયનો એક વીડિયો હાર્દિકે પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિકના પિતા અમદાવાદના એક જીપ કારના શો રૂમમાં જાય છે અને ત્યાં તેમને જીપ કાર પસંદ આવી જાય છે. એજ સમયે શોરૂમના મેનેજર તેમના હાથમાં ચાવી પકડવાએ છે અને કહે છે આ કાર હવે તમારી છે.

આ સરપ્રાઈઝ જોઈને હાર્દિકના પિતા ખુબ જ ખુશ થઇ જાય છે. તેમને આ સરપ્રાઈઝ ખુબ જ પસંદ આવે છે. એ દરમિયાન તે વીડિયો કોલ દ્વારા હાર્દિક સાથે વાત કરતા પણ જોવા મળે છે.

આ વીડિયો પોસ્ટ કરવાની સાથે હાર્દિકે કેપશનમાં પણ ખુબ જ ભાવુક સંદેશ લખ્યો છે. હાર્દિકે લખ્યું છે કે, “તમે મારી સાથે નથી, એ વિચારીને જ મને રડવું આવે છે. પરંતુ તમને હસતા જોઈને મને એવું લાગે છે કે એક બાળકને કેન્ડી મળી ગઈ અને તે બહુ જ ખુશ છે. મને આ બધું યાદ કરીને બહુ જ ખુશી થાય છે. લવ યુ ડેડ”

Niraj Patel