જેમ સ્વયં હનુમાનજી રામલલાના દર્શન કરવા આવ્યા હોય…અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટે જણાવી અદ્ભૂત ઘટના, ગર્ભગૃહમાં વાંદરાને જોઇ સુરક્ષાકર્મી પણ હેરાન

રામલલાનાં દર્શન કરવા ગર્ભગૃહમાં પહોંચ્યા બજરંગબલી? સુરક્ષાકર્મીઓ હેરાન થઇ ગયા, જાણો આખી ઘટના

એવું કહેવાય છે કે જ્યાં જ્યાં રામકથા થાય છે, ત્યાં ભગવાન શ્રી રામના પરમ ભક્ત શ્રી હનુમાનજી સાક્ષાત આવે છે. સોમવારે 500 વર્ષોની લાંબી પ્રતિક્ષા બાદ જ્યારે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ તો લોકોની નજરો હનુમાનજીને શોધી રહી હતી.

ત્યારે આગળના દિવસે એટલે કે મંગળવારે સાંજે એક એવી અદ્ભૂત ઘટના બની કે લોકો કહી ઉઠ્યા કે હનુમાનજી રામલલાના દર્શન કરવા આવ્યા છે. રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આ ઘટના સાથે જોડાયેલ એક મેસેજ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

રામલલાનાં દર્શન કરવા પહોંચ્યા હનુમાનજી

જેમાં લખવામાં આવ્યુ છે કે- આજે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં થયેલ એક સુંદર ઘટનાનું વર્ણન: આજે સાયંકાલ લગભગ 5.50 વાગ્યે એક વાંદરો દક્ષિણી દ્વારથી ગૂઢ મંડપ થઇ ગર્ભગૃહમાં પ્રવેશ કરી ઉત્સવ મૂર્તિ પાસે પહોંચી ગયો. બહાર રહેલા સુરક્ષાકર્મીઓએ જ્યારે જોયુ તો તેઓ વાંદરા તરફ એ વિચારીને ભાગ્યા કે તે ઉત્સવ મૂર્તિને જમીન પર ના પાડી દે. પણ જેવા જ પોલિસકર્મી વાંદરા તરફ દોડ્યા કે વાંદરો શાંતભાવથી ભાગી ઉત્તરી દ્વાર તરફ ગયો.

કોઇને પણ કષ્ટ પહોંચાડ્યા વગર પૂર્વી દ્વારથી બહાર નીકળ્યા

દ્વાર બંધ હોવાને કારણે પૂર્વ દિશા તરફ તે આગળ વધ્યો અને દર્શનાર્થીઓ વચ્ચે થઇ કોઇને પણ કષ્ટ પહોંચાડ્યા વગર પૂર્વી દ્વારથી બહાર નીકળી ગયો. સુરક્ષાકર્મીનું કહેવુ છે કે આ અમારા માટે માનો એવું છે કે સ્વયં હનુમાનજી રામલલાના દર્શન કરવા આવ્યા હોય. સંતો વચ્ચે એ ચર્ચા પણ થાય છે કે અયોધ્યાના રાજા હનુમાનજી છે. ભગવાન શ્રી રામ અને માતા સીતાએ તેમને પોતાનો પુત્ર કહ્યો છે.

હનુમાન અયોધ્યાના રાજા

એક કથા અનુસાર, જ્યારે ભગવાન શ્રી રામે લવને શરાવતી અને કુશને કુશાવતી રાજ્ય સોંપ્યુ તો સીતાજીએ કહ્યુ હતુ કે હનુમાનને પણ તમે પુત્ર કહ્યો છે, તે હિસાબથી તે જયેષ્ઠ પુત્ર થયા. તેમને પણ તો ક્યાંકનો રાજા બનાવો. ત્યારે ભગવાન રામે હનુમાનને અયોધ્યાના રાજા બનાવ્યા હતા. હનુમાનગઢીમાં રામ ભક્ત હનુમાનની પૂજા એ જ રૂપે થાય છે.

આસ્થા આગળ તર્ક નિરુપાય

ભલે આ કથા શ્રીરામના પ્રતિ હનુમાનજીની અગાધ ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે પણ મંગળવારે સાંજે અયોધ્યામાં જે જોવા મળ્યુ તે જનમાનસ માટે ચમત્કાર હતો. અયોધ્યામાં સર્વત્ર હનુમાનના પ્રતીક રૂપ વાંદરાઓનો વાસ છે. સંભવ છે કે તેમનું રૂપ ધર સ્વયં હનુમાનજી પણ આ ચિર પ્રતીક્ષિત મંદિરમાં પોતાના રામલલાને જોવા આવ્યા હોય. આસ્થા આગળ તર્ક નિરુપાય હોય છે.

Shah Jina