વાહ છોકરાઓના આ ગ્રુપે કેફેમાં કર્યું ખુબ જ અદભુત કામ… હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કર્યો અને લોકો પણ ટોળે વળ્યાં…ભક્તિમાં થયા લિન…જુઓ વીડિયો

કેફેની અંદર ગિટાર અને ઢોલક લઈને છોકરાઓનું એક ગ્રુપ કરે છે હનુમાન ચાલીસાનો પાઠ, સાંભળીને આસપાસના લોકો પણ થઇ જાય છે મંત્રમુગ્ધ, જુઓ વીડિયો

આજના સમયમાં મોટાભાગના બાળકો પોતાના અભ્યાસમાં જ વ્યસ્ત હોય છે, તો મોટાભાગનું યુવાધન સોશિયલ મીડિયામાં સમય પસાર કરતું હોય છે. તો એ બધાની સાથે ધાર્મિક મૂલ્યો પણ હવે ઓછા થતા જોવા મળી રહ્યા છે. પરંતુ ઘણીવાર કેટલાક યુવા વર્ગ દ્વારા એવા કામ કરવામાં આવે છે જે ખરેખર દિલ જીતી લેતા હોય છે.

હાલ એવું જ કંઈક એક કેફેમાં જોવા મળ્યું. જેનો વીડિયો સામે આવતા જ લોકો અભિભૂત થઇ ગયા અને આ યુવાનોની પ્રસંશા પણ કરવા લાગ્યા. આ મામલો સામે આવ્યો છે ગુરુગ્રામમાંથી. જ્યાંના એક કેફેની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરતા યુવાનોની ક્લિપ ટ્વિટર પર ખૂબ વાયરલ થઇ રહી છે. હનુમાન ચાલીસાના પાઠે ત્યાંથી પસાર થતા ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું, જેમાંથી કેટલાક લોકો આ ગ્રુપ સાથે જોડાઈને હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગ્યા.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, કેટલાક યુવકો આ કેફેની બહાર દર મંગળવારે હનુમાન ચાલીસા અને મંત્રોના પાઠ કરવા માટે ભેગા થાય છે. જે લોકોને નથી ખબર તેમને જણાવી દઈએ કે ભગવાન હનુમાનનો જન્મ મંગળવારે ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે કેસરી અને આંજણાના ઘરે થયો હતો. તેથી, ભક્તો અઠવાડિયાના આ દિવસે તેમની પૂજા કરવાનું શુભ માને છે. આ વિડિયો અત્યારે ખૂબ જ જોવામાં આવી રહ્યો છે.

આ ગ્રુપ ભગવાન હનુમાન પ્રત્યેની તેમની ભક્તિ દર્શાવવા માટે એક અનોખી અને ટ્રેન્ડી રીત લઈને આવ્યું છે. જેમાં મંદિર જવાના બદલે તેઓ સકારાત્મક આધ્યાત્મિક ઉર્જા ઉત્પન્ન કરવા માટે પવિત્ર મંત્રોનો જાપ કરવા માટે સ્થાનિક કાફેમાં ભેગા થાય છે. હનુમાન ચાલીસામાં આધુનિક ટ્વિસ્ટ ઉમેરવા માટે ગ્રુપના કેટલાક લોકો ગિટાર અને ઢોલક પણ વગાડે છે. તેમના પર્ફોમન્સનો એક વ્યુ જોવા મળી રહ્યો છે જેમાં ગ્રુપ હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યું છે અને એ સાંભળીને આસપાસના લોકો પણ એકઠા થઈને ભક્તિમાં તરબોળ બને છે.

Niraj Patel