આફ્રીકી દેશમાં હલીમા સીસે નામની 26 વર્ષિય મહિલાએ લગભગ મરવાની દશાએ પહોંચીને 9 બાળકોને જન્મ આપ્યો છે. આ 9 બાળકોમાં 5 છોકરીઓ અને 4 છોકરાઓ છે. પ્રસવ દરમિયાન હલીમાના શરીરમાં બ્લડની કમી આવી ગઇ હતી.
જો કે, હવે તે ઠીક છે. તેના પતિએ જણાવ્યુ કે, અલ્લાહની આપેલી ગિફટને જોવા માટેની હું રાહ જોઇ રહ્યો છું.
હલીમા સીસે 9 બાળકોના જન્મ બાદથી જ વજન અને એમ્નિયોટિક દ્રવ નીકાળવાને કારણે સંઘર્ષ કરી રહી હતી. તે બાદ ઓપરેશન દરમિયાન ગર્ભાશયની ધમનીનો રક્તસ્ત્રાવ થયો. તે 30 સપ્તાહથી ગર્ભાવસ્થામાં હતી.
માલીની સરકારે હલીમાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવા માટે વ્યવસ્થા કરી હતી. એપી ન્યુઝની રીપોર્ટ અનુસાર બધા બાળકો ઠીક છે. રેડિયોલોજીસ્ટ 18 નર્સો સાથે ઇનક્યુબેટરની મદદથી રક્તના પ્રવાહને રોકવાની કોશિશ કરવામાં આવી હતી. હલીમાને વિશેષજ્ઞોની દેખભાળમાં 12 સપ્તાહ સુધી રાખવામાં આવશે.
ધ ટાઇમ્સની રીપોર્ટ અનુસાર, હલીમાનું પાચન તંત્ર કામ કરી રહ્યુ નથી. જે ભોજનને અવશોષિત કરે છે. એન બોર્જા કલિનિકમાં ચિકિત્સા નિર્દેશકે કહ્યુ કે, સમય પહેલા બાળકમાં એક નાનુ સંક્રમણ કેટલાક જ કલાકમાં મારી શકે છે.
તમને જણાવી દઇએ કે, હલીમાની ડિલિવરી બાદ 9 નવજાત બધી જગ્યાએ ચર્ચાનો વિષય બન્યા છે. બધા લોકો આ જોડાને બધાઇઓ પણ આપી રહ્યા છે. જો કે, હાલ દંપતિ માટે તેમના બાળકનું સ્વાસ્થ્ય પહેલી પ્રાથમિકતા છે.
ઉલ્લેખનીય છે કે, હલીમાના 9 બાળકો જીવિત રહે છે તો તે એક રેકોર્ડ હશે. 9 બાળકોને જન્મ આપવાનો આ ત્રીજો મામલો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા અને મલેશિયામાં મહિલાઓએ 9 બાળકોને જન્મ આપ્યો હતો.