મદરેસા તોડી પડાયા પછી પોલીસ સ્ટેશન સળગાવ્યું, 4ના મોત, દેખો ત્યાં ઠારના આદેશ- જુઓ તસવીરો

ઉત્તરાખંડના હલ્દવાની સિટીમાં ગઈકાલે ગુરુવારે જે બદમાશોએ હંગામો મચાવ્યો હતો. ત્યાંના પોલીસ સ્ટેશનની બહાર પાર્ક કરાયેલા પોલીસ ના વેહીકલો ને આગ ચાંપી લગાવી દેવાઈ છે. પોલીસ સ્ટેશનની અંદર હાજર પોલીસકર્મીઓને માર મારવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન પર પણ પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.

જો કે, હંગામા પછી ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જિલ્લા અધિકારી વંદના સિંહે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીઓને જીવતા સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 100થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સમાં પોલીસના જણાવ્યા અનુસાર શહેરમાં અશાંતિ ફેલાવતા અસામાજિક તત્વોને જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે.

ડીએમએ જણાવ્યું છે કે કોર્ટના આદેશ પર શહેરમાં બનેલા ગેરકાયદે મદરેસાને બુલડોઝરથી હટાવવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ભીડ ઉગ્ર બની ગઈ પછી ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. અતિક્રમણ હટાવવાની ટીમ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઘરો અને દુકાનો પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

અતિક્રમણ હટાવ્યાના અડધા કલાક બાદ શહેરમાં હિંસાની ઘટના બની હતી. ડીએમ વંદના સિંહે કહ્યું કે પોલીસ સ્ટેશન પાસે ભીડ હતી, પરંતુ કોઈ પોલીસકર્મીએ ભીડ સાથે કોઈ વિવાદ કર્યો ન હતો. તો પણ બદમાશોએ પોલીસ સ્ટેશનની અંદર પોલીસકર્મીઓને માર માર્યો હતો.

મદરેસાને તોડ્યા બાદ તોફાનીઓએ તરત બૂલડોઝરમાં તોડફોડ કરી હતી. ઓથોરિટીનો દાવો છે કે નમાઝ પઢવાની જગ્યા તથા મદરેસાની જગ્યા ગેરકાયદે છે. સૌથી પહેલા ત્રણ એકરની જમીન ખાલી કરાવવા માટે મદરેસા સિલ કરવામાં આવી હતી અને પછી ગુરુવારે તેના પર બૂલડોઝર ચલાવાયા હતા. અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે.

મીડિયામાં અધિકારીઓએ જણાવ્યા પ્રમાણે તોફાની ટોળાએ પોલીસ કર્મચારીઓને પણ જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે તોફાન કરનારાઓને સીસીટીવી ફૂટેજ દ્વારા પકડવામાં આવશે અને તેમની સામે UAPA હેઠળ કેસ નોંધવામાં આવશે.

પોલીસે તોફાનીઓને વિખેરવા માટે લાઠીમાર કર્યો હતો અને અશ્રુવાયુ છોડ્યો હતો. તોફાનીઓએ વનભૂલપુરા પોલીસ સ્ટેશનને આગ લગાડી હતી. આ ઉપરાંત અનેક વાહનને સળગાવ્યાં હતાં. પરિસ્થિતિ બેકાબૂ બનતા સંચારબંધી લદાઇ હતી. એસએસપી પ્રહ્લાદ મીણાએ જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓને આ ગેરકાયદે મદરેસા અંગે નોટિસ આપી હતી અને તેના થોડા દિવસ પછી જ તે તોડવા ગયા હતા. મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાય, સિટી મેજિસ્ટ્રેટ રિચા સિંહ, એસડીએમ પારિતોષ વર્માની હાજરીમાં આ ગેરકાયદે મદરેસા અને મજાર તોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. (એજન્સી)

YC