ગોલાને એવા એવા નામથી બોલાવી રહ્યો હતો પતિ હર્ષ કે ભડકી ભારતી સિંહ, જુઓ

‘લાફ્ટર ક્વીન’ તરીકે જાણીતી ભારતી સિંહ તેના કોમિક ટાઈમિંગથી લોકોને હસાવવામાં ક્યારેય ફેલ નથી જતી. સ્ટેજ પર તેના જોરદાર અભિનય ઉપરાંત તે સોશિયલ મીડિયા પર પણ તેના ચાહકોનું મનોરંજન કરવાની કોઈ તક છોડતી નથી. તે તેની દરેક ક્ષણને તેના ચાહકો સાથે શેર કરે છે. હાલમાં જ તેણે તેના પુત્ર લક્ષ લિમ્બાચીયા સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે તેના બાળક સાથે સંબંધિત દરેક પ્રશ્નોના જવાબ આપ્યા છે.

ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયા તેમની યુટ્યુબ ચેનલ ‘LOL (Life of Limbachiyaa) માં તેમના અંગત જીવનની ઝલક શેર કરતા રહે છે. કપલે હાલમાં જ એક લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે તેમના બાળકો સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા છે. વીડિયોમાં બંનેએ કહ્યું કે, જ્યાં હર્ષ દિવસ દરમિયાન બાળકને સંભાળે છે, ત્યાં રાતે ભારતી તેની સંભાળ રાખે છે. એવામાં જેનો ટર્ન હોય છે, તે ડાયપર પણ ચેન્જ કરે છે.

ભારતીએ એ પણ કહ્યું કે, તે માતાના દૂધ સિવાય પુત્રને ટોપ અપ મિલ્ક પણ આપે છે. તે રાત્રે ક્યારેય જાગતો નથી.ભારતી સિંહે વીડિયોમાં હર્ષ લિમ્બાચિયા પર ગુસ્સો પણ વ્યક્ત કર્યો, કારણ કે તે તેના પુત્રને ચંપુ અને ગાજર જેવા નામથી બોલાવે છે. ભારતીએ કહ્યું, “કોણ પોતાના બાળકને ચંપુ અને ગાજર જેવા નામથી બોલાવે છે ?” હર્ષ એમ પણ કહે છે કે ભારતી તેના કારણે પાતળી થઈ ગઈ છે, પરંતુ કોમેડિયને ક્યારેય તેના પતિના વખાણ પણ કર્યા નથી.

ભારતી અને હર્ષ એ પણ જણાવે છે કે, જ્યા તેમના બાળકની પ્રથમ ફ્લાઈટ ગોવાની હતી, ત્યા તેની પ્રથમ વિદેશ યાત્રા કેનેડા હશે. પુત્ર લક્ષના કરિયર અંગે ભારતીએ કહ્યું કે તે જે બનવા માંગે છે તે બનશે. કપલ તેના પર દબાણ નહીં કરે.

Shah Jina