દેશના અને ગુજરાતના યુવાનોના સ્વાસ્થ્ય માટે 2016માં ગુજરાતની અંદર શરૂ થયેલી ફિટનેસ ચેઇન આજે ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની ગઈ છે, જાણો શું છે ખાસ ?

હજારો લોકોને સારી ફિટનેસ અને ડાયટ આપતી ગુજરાતની સૌથી મોટી ફિટનેસ ચેઇન “જિમ લાઉન્જ” આજે બની ગઈ છે સૌથી મોટી બ્રાન્ડ, જાણો આ જિમની શરૂઆતથી લઈને અત્યાર સુધીની કહાની

Gym lounge biggest gym : આજના યુવાનો સ્વાસ્થ્ય માટે ખુબ જ જાગૃત થયા છે અને પોતાની જાતને વધુ ફિટ રાખવા માટે જિમનો સહારો લેતા હોય છે. ત્યારે આજના સમયમાં ગુજરાતના નાના મોટા શહેરોમાં ઘણા બધા જિમ પણ ખુલી ગયા છે, ત્યારે યુવાનોને એક પ્રશ્ન પણ થતો હોય છે કે ક્યુ જિમ વધારે સારું ? જે ફિટનેસ સાથે ડાયટનું પણ ધ્યાન રાખતું હોય. આ ઉપરાંત જિમમાં વધારે સારા એક્યુપમેન્ટ અને સુવિધા આપતું હોય અને સાથે જ ખિસ્સાને પણ પોસાય.


ગત શનિવારે અમદાવાદના પ્રહલાદનગર ખાતે આવેલ જિમ લાઉન્જ ડાયમંડ સેગ્મેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં બૉલીવુડની ખ્યાતનામ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ હાજરી આપી હતી. તથા આઇપીએસ અજય ચૌધરી પણ હાજર રહ્યા હતા. ઉપરાંત અન્ય મોટી હસ્તીઓ પણ જિમ લાઉન્જના આ ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી. આ ઉદ્ઘાટન પ્રસંગમાં અને અભિનેત્રી શિલ્પા શેટ્ટીને જોવા માટે અમદાવાદીઓ પણ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા.

વિજય સિંહ સેંગરે કરી હતી શરૂઆત :

ત્યારે આજના યુવાનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વિજય સિંહ સેંગર નામના એક વ્યક્તિએ ગુજરાતમાં જિમની શરૂઆત કરી અને નામ રાખ્યું જિમ લાઉન્જ. ગુજરાતમાં હાલ “જિમ લાઉન્જ” નામની બ્રાન્ડ અલગ અલગ શહેરોમાં પોતાની બ્રાન્ચ સ્થાપી રહી છે. આ જિમમાં કસરત કરવા માટે આવનારા દરેક તેની સર્વિસથી ખુબ જ ખુશ છે અને ગુજરાતની આ ફાસ્ટેટ ચેઇનને ઘણા બધા એવોર્ડ પણ મળી ગયા છે.

કહાની છે ખુબ જ રસપ્રદ :

વિજયસિંહના જીવન સાથે જોડાયેલી કહાની પણ ખુબ જ રસપ્રદ છે. વર્ષ 2011માં તેમને પોતાની કારકિર્દીની શરૂઆત વાડિયા ગ્રુપના ગો એરમાં ફ્લાઇટ સ્ટુઅર્ટ તરીકે કરી હતી, પરંતુ તેમની ફિટનેસ પ્રત્યેની મહત્વકાંક્ષા અને બોડી બિલ્ડિંગના શોખના કારણે તેમને વર્ષ 2012માં જીમની શરૂઆત કરી. જિમ કરતા કરતા જ તેમને પોતાનું જ જિમ શરૂ કરવાનો વિચાર આવ્યો અને તેમને પોતાનું પહેલું જિમ 24 જૂન 2016માં શરૂ કર્યું.

કસરત સાથે ડાયટનું પણ રાખે છે ખાસ ધ્યાન :

આ જિમમાં જોડાનારા સભ્યો માટે જિમમાં કસરત કરાવવા સિવાય લાઈવ ફ્રૂટ કોર્ટ પણ આપવાનું શરૂ કર્યું અને તેના કારણે જ તેમને જિમની આગળ એક શબ્દ ઉમર્યો લાઉન્જ અને જિમનું નામ આપ્યું જિમ લાઉન્જ.  વિજયસિંહે જિમ લાઉન્જમાં કોર્પોરેટ લેવલનો પણ સમાવેશ કર્યો જેના કારણે તેમને સફળતા પ્રાપ્ત થઇ અને એક પછી ગુજરાતના અલગ અલગ શહેરોમાં એક પછી એક જિમ ખોલવાની શરૂઆત થઇ.

ગુજરાતના ઘણા બધા શહેરોમાં છે બ્રાન્ચ :

આજે અમદાવાદ મોટેરા, ગોતા, નવા રાણીપ, વસ્ત્રાલ, સાઉથ બોપલ, મણિનગર, નવા નરોડા, ઘાટલોડિયા, બોડકદેવ, વટવા, ચાંદખેડા, મેઘાણીનગર અને અમદાવાદની બહાર પણ રાજકોટ અને ગાંધીનગર સમેત 21 કરતા પણ વધારે આઉટલેટ આજે જિમ લાઉન્જના છે. આ ઉપરાંત તેમની પાસે 300થી વધુ ફિટનેસ ટ્રેનર છે. જિમ લાઉન્જના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે આજે વર્લ્ડના બેસ્ટ રેસલર એવા “ધ ગ્રેટ ખલી” છે.

સેલેબ્રિટીઓ લે છે મુલાકાત :

ખલી ઘણીવાર જિમ લોન્જની મુલાકાતે અને ઓપનિંગમાં આવતા રહે છે. આ ઉપરાંત પણ બોલીવુડના ઘણા સેલેબ્રિટીઓ જેવા કે સુનિલ શેટ્ટી, ઉર્વશી રૌતેલા, વિદ્યુત જામવાલ, અરબાઝ ખાન પણ જિમ લોન્જના અલગ અલગ આઉટલેટ ઉપર મુલાકાત લેતા રહે છે. ગુજરાત સરકાર દ્વારા પણ વિજયસિંહને શ્રેષ્ઠ અને ઝડપી વિકસી રહેલી ફિટનેસ ચેઇન માટે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સેવાકીય કામો પણ કરતા રહે છે :

વિજયસિંહ જણાવે છે કે તેમને અત્યાર સુધીમાં પોતાના સર્ટિફાઈડ અને શિક્ષિત ટ્રેનર દ્વારા હજારો લોકોની  ફિટનેસ અને બોડીમાં ફેરફાર પણ લાવી ચુક્યા છે. જિમ લાઉન્જમાં વિજયસિંહ માટે ફિટનેસની પ્રવૃત્તિઓ સાથે જ નથી જોડાયેલા. આ ઉપરાંત જિમ લાઉન્જ દ્વારા કેટલીક સામાજિક સેવાઓ પણ કરવામાં આવે છે. જેમાં મફત આઈ ચેક-અપ, રક્તદાન કેમ્પ, પૂર રાહત નિધિ, શૈક્ષણિક સંસ્થાઓને દત્તક લઈને તેમને કેળવણી સહાય જેવી મદદ કરવાની ઉમદા કામગીરી પણ કરવામાં આવે છે.

Niraj Patel