ઓવરફ્લો ગટરની સફાઇ કરવા ચેમ્બરમાં પોતે ઉતર્યા BJP નેતા, 15 દિવસની સમસ્યાનું બે કલાકમાં જ આવ્યુ સમાધાન- તંત્ર થઇ ગયુ દોડતુ

વોટની કિંમત ચુકાવાની છે, જ્યારે ઓવરફ્લો ગટરમાં ખુદ ઉતરી ગયા BJP નેતા- વીડિયો થયો વાયરલ

ગ્વાલિયરમાં ખુલ્લી ગટર અને વહેતા પાણીના કારણે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન કાઉન્સિલમાં ભાજપ સત્તા પર છે. એટલું જ નહીં રાજ્યમાં પણ ભાજપની સરકાર છે. તેમ છતાં ગ્વાલિયરમાં અધિકારીઓ ભાજપના કાઉન્સિલરની વાત સાંભળી રહ્યા નથી. આ પછી મંગળવારે શહેરમાં એક ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું. વોર્ડ-15ના ભાજપના કાઉન્સિલર દેવેન્દ્ર રાઠોડે પોતે જ ઓવરફ્લો ગટરમાં ઉતરીને તેની સફાઈ શરૂ કરી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

ભાજપના કાઉન્સિલર દેવેન્દ્ર રાઠોડને ગટરની સફાઈ કરતા જોઈને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. દેવેન્દ્રસિંહ રાઠોડે કહ્યું- મહાનગરપાલિકાના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ગટરની સમસ્યાથી સામાન્ય લોકો પરેશાન છે. મુખ્યમંત્રી હેલ્પલાઈનમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ હજુ પણ ઉકેલ આવતો નથી. રોજેરોજ વોર્ડના લોકો મહાનગરપાલિકાના ચક્કર લગાવી રહ્યા છે પરંતુ કોઈ સુનાવણી થઈ રહી નથી. જનતાએ વોટ આપ્યો છે તો સફાઇ માટે ઉતરવું પડશે.

ભાજપના કાઉન્સિલર દેવેન્દ્રસિંહ રાઠોડે ગટરની ચેમ્બરમાં ઉતરીને સફાઈ કરી હતી. લોકોએ પણ આ કામમાં કાઉન્સિલરને સાથ આપ્યો અને તેમની સાથે ગટરની સફાઈ કરાવી. લોકોએ જણાવ્યું કે તેઓ છેલ્લા ઘણા મહિનાઓથી ગટરની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગટર ભરેલી હોવાથી ગંદુ પાણી ઘરોમાં પહોંચી રહ્યું છે, જેને કારણે રોગ થવાની સંભાવના છે. મહાનગરપાલિકાને અનેક વખત ફરિયાદ કરી હોવા છત્તાં ઉકેલ નથી આવી રહ્યો.

કોન્ટ્રાક્ટરને પણ ફરિયાદ કરી પરંતુ દર વખતે ભરોસો જ મળ્યો. ભાજપના કાઉન્સિલર દેવેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે મને પ્રધાનમંત્રી આવાસ યોજના તપાસ સમિતિનો કન્વીનર બનાવવામાં આવ્યો છે. આ કામ માટે હું એક જગ્યાએ ગયો ત્યારે મને કમિશનરનો ફોન આવ્યો કે ત્યાં આચારસંહિતા લાગેલી છે એટલે તમે ક્યાંય પણ કોઇ કામ એક્સ્ટ્રા નહિ કરી શકો. સામાન્ય ફરિયાદ માટે કોઇ અધિકારીને પણ ફોન નહોતા કરી શકતા, હવે તમે જ કહો કે અમે અધિકારીઓ પાસે નહિ જઇએ તો ગટર ભરાયેલી પડી છે.

લોકોને સમસ્યાઓ છે તેથી મેં વિચાર્યું કે શા માટે હું જાતે ન કરું. દેવેન્દ્ર સિંહ રાઠોડે કહ્યું- હું કોઈને ફરિયાદ નથી કરી રહ્યો. જનતાએ મને મત આપ્યો છે. આવી સ્થિતિમાં મારે જનતાના મતની કિંમત ચૂકવવી પડશે. મારે લોકોની અપેક્ષાઓ પૂરી કરવી છે. હું મારા વોર્ડની તમામ શેરીઓની ગટર સાફ કરીશ જ્યાં લોકોને ફરિયાદ છે. કોન્ટ્રાક્ટરો ક્યારેય ગટર સાફ કરવા માટે મશીનો ઇન્સ્ટોલ કરતા નથી. કોન્ટ્રાક્ટરે ફરિયાદ પર મશીન સાથે આવવું જોઈએ. તે ક્યારેય મશીન સાથે સ્થળ પર આવતો નથી. અધિકારીઓ સાંભળશે નહીં, આ સ્થિતિ છે મહાનગર પાલિકાની. મેયરને પણ કહ્યું હતું પરંતુ કોઈ સાંભળ્યું ન હતું.

Shah Jina