...
   

હિજાબ પહેરેલી વિદેશી મહિલાની ભારતમાં દાદાગીરી, પહેલા ટેક્સી ડ્રાઈવરને છરી મારી અને પછી પોલીસ ઉપર પણ કર્યો હુમલો, વીડિયો થયો વાયરલ

દેશભરમાં છેલ્લા થોડા દિવસની અંદર હિજાબ વિવાદ ખુબ જ ગરમાયો છે. ગણી જગ્યાએ તેને લઈને વિરોધ પ્રદર્શન પણ જોવા મળ્યા છે, હિજાબને લઈને ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, ત્યારે હાલ એક વિદેશી મહિલાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેની હિજાબ પહેર્યો છે અને એક ટેક્સી ડ્રાઈવરને તેને છરીના ઘા મારી દીધો છે, તેમજ પોલીસ ઉપર પણ હુમલો કરતી જોઈ શકાય છે.

આ મામલો સામે આવ્યો છે હરિયાણાના ગુરુગ્રામમાંથી. જ્યાં એક ટેક્સી ડ્રાઈવર પર હિજાબ અને બુરખો પહેરેલી મહિલાએ છરી વડે હુમલો કર્યો હતો. ટેક્સી ડ્રાઈવરને ગુરુગ્રામની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત ખતરાની બહાર છે. સ્થળ પર તૈનાત ગુરુગ્રામ પોલીસે બુરખા-હિજાબ પહેરેલી મહિલાને કસ્ટડીમાં લીધી છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

ગુરુગ્રામ પોલીસના જણાવ્યા અનુસાર, હિજાબ-બુરખો પહેરેલી મહિલા વિદેશી હોવાનું કહેવાય છે. પોલીસને મળેલી અત્યાર સુધીની માહિતી મુજબ મહિલા ઈજિપ્તની રહેવાસી છે. હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખરે તેણે ટેક્સી ડ્રાઈવર પર હુમલો શા કારણે કર્યો હતો.

ગુરુગ્રામ પોલીસને ખબર મળી હતી કે એક મહિલાએ ટેક્સી ડ્રાઈવર પર ચાકુ વડે હુમલો કર્યો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘આરોપી મહિલાએ પોલીસ સાથે પણ ખરાબ વર્તન કર્યું, મહિલાએ પોલીસ પર પાણી ફેંક્યું અને ઝપાઝપી શરૂ કરી. પોલીસે આરોપી મહિલાને દબોચી લીધી અને તેને કારમાં બેસાડી અને પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ ગઈ.

મીડિયા સાથે વાત કરતા પીડિત ટેક્સી ડ્રાઈવર રઘુરાજે કહ્યું, ‘હું કાર ચલાવું છું, મેં સવારી લીધી, આ મહિલા પાછળથી આવી, પછી મેં તેને પૂછ્યું કે શું કામ છે, તેણે મને માર માર્યો અને ગાયબ થઈ ગઈ, તેણે મને કંઈક કહ્યું. પણ, મને ખબર નથી કે કોણ છે, શું કરે છે ?” આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel