15-15 દિવસ થઇ ગયા હજુ પણ નથી મળી સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહની ભાળ, પિતાએ કર્યો શોકિંગ ખુલાસો

‘અમે બહુ પરેશાન છીએ’, 10 દિવસથી લાપતા ગુરુચરણના પિતાનું છલકાયુ દર્દ, જણાવ્યુ ગાયબ થયાના એક દિવસ પહેલા શું થયુ હતુ

લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહ સોઢીની ભૂમિકા નિભાવી ચૂકેલ અભિનેતા ગુરચરણ સિંહ છેલ્લા ઘણા દિવસોથી ગાયબ છે. પોલીસ તેને શોધવાના તમામ પ્રયાસો કરી રહી છે, પરંતુ હજુ સુધી અભિનેતા વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. ગુરુચરણ સિંહના અચાનક ગુમ થવાથી પરિવાર ખૂબ જ દુઃખી છે. અભિનેતાના પરિવારના સભ્યો તેના સુરક્ષિત ઘરે પરત ફરવા પ્રાર્થના કરી રહ્યા છે.

ત્યારે હવે અભિનેતાના પિતાએ ફરી એકવાર પુત્રને લઇને ચિંતા વ્યક્ત કરી છે. ગુરુચરણના પિતા હરગીત સિંહે પુત્ર સાથે વિતાવેલો છેલ્લો દિવસ યાદ કર્યો. તેમણે કહ્યું- ગુરુચરણે તેમનો જન્મદિવસ દિલ્હીમાં ઉજવ્યો હતો. તેમણે પોતાના પુત્ર સાથે ઘરે સમય વિતાવ્યો. ગુરુચરણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પણ શેર કરી હતી. અભિનેતાના પિતાએ કહ્યું- કોઈ ખાસ ઉજવણી નહોતી.

પણ અમે બધા ઘરમાં સાથે હતા એટલે બહુ સારું લાગ્યું. તે બીજા દિવસે મુંબઈ જવાનો હતો. જે પણ થયું છે તે ખૂબ જ આઘાતજનક છે. આનો સામનો કેવી રીતે કરવો તે અમને સમજાતું નથી. અમે બધા ખૂબ જ ચિંતિત છીએ. જણાવી દઇએ કે, ગુરુચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ જવા રવાના થયો હતો પણ પછીથી તે લાપતા છે.

અભિનેતાના પિતાએ 25 એપ્રિલે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને સીસીટીવી ફૂટેજમાં એક્ટર પીઠ પર બેગ લઈને ચાલતો જોવા મળ્યો હતો. ગુરુચરણે છેલ્લે દિલ્હીના એટીએમમાંથી લગભગ 7 હજાર રૂપિયા ઉપાડ્યા હતા અને આ પછીથી તેનો ફોન બંધ છે.

Previous Article

આટલું અમીર કોણ હોય ભાઇ...ગરમીથી પરેશાન ના થાય ભેંસ એટલે વ્યક્તિએ તબેલામાં લગાવી દીધા 2-2 AC- જુઓ વીડિયો

Next Article

આ ફેમસ સિંગરને પતિથી મળ્યો દગો, રોજ આપતો હતો ઝહેર, મોત બાદ પણ 5 મહિના પછી થયા અંતિમ સંસ્કાર

error: Protected Content!