“તારક મહેતા”ના ‘સોઢી’એ વર્ષ પછી જણાવ્યુ શો છોડવાનું કારણ, કર્યા ચોંકાવનારા ખુલાસા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ગુરુચરણ સિંહે બતાવ્યુ શો છોડવાનું અસલી કારણ

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. આ શોમાં છેલ્લા કેટલાક સમય પહેલા બદલાવ આવ્યા હતા. કેટલાક કલાકારો શો છોડી જતા રહ્યા તો  તેમની જગ્યાએ નવા કલાકારો શોમાં આવ્યા છે. આવું જ એક પાત્ર હતુ સોઢીનું જેને ગુરુચરણ સિંહે નિભાવ્યુ હતુ.

આ પાત્રને લોકો દ્વારા ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ. સાથે જ આ પાત્રથી ગુરુચરણ સિંહેે જીવનમાં ઘણી સફળતા પણ હાંસિલ કરી હતી. તેમણે છેલ્લા વર્ષે શો છોડી દીધો હતો. હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં ગુુરુચરણ સિંહે અચાનક શો છોડવાનું કારણ અને તેમની જગ્યાએ બીજા બીજા અભિનેતા અને પેમેન્ટમાં મોડુ થવાનુ સહિત અનેક વાતોનો ખુલાસો કર્યો છે. આમ તો જણાવી દઇએ કે, તેઓ શોમાં પાછા આવવા માટે ઇચ્છે પણ છે.

ગુરુચરણ સિંહે વર્ષ 2020માં શો છોડી દીધો હતો. તેમણે જણાવ્યુ કે, મેં જયારે શો છોડ્યો ત્યારે મારા પિતાની સર્જરી થઇ હતી. કેટલીક બીજી પણ વસ્તુઓ મારી લાઇફમાં હતી, જેને મારે જોવી હતી. મારા શો છોડવાના ઘણા કારણ છે જે વિશે હું વાત કરવા નથી માંગતો. શોમાં તેમની જગ્યાએ આવેલ અભિનેતા વિશે તેમણે કહ્યુ કે, હું તેને મળ્યો હતો. જેને મને પહેલા રિપ્લેસ કર્યો હતો. મેં તેને કહ્યુ હતુ કે  તેને આ કરવુ જોઇએ, કારણ કે આ એક સારો મોકો છે.

તારક મહેતાના સેટ પર પેમેન્ટમાં મોડુ થતુ હોવાને કારણે શો છોડ્યો ? આનો જવાબ આપતા તેમણે કહ્યુ  કે, અમે તો પ્રેમ મોહબ્બતથી આગળ વધવા માંગીએ છીએ. બીજા કારણ છે જેના વિશે હું વાત કરવા માંગતો નથી. ઉલ્લેખનીય છે કે, સોઢી પહેલા પણ કેટલાક પાત્રોએ શોને અલવિદા કહી દીધુ છે. તેમાં દયાબેન એટલે કે દિશા વાકાણી અને અંજલી ભાભી એટલે કે નેહા મહેતા સામેલ છે.

Shah Jina