વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ ગુરુને જ્ઞાન, સૌભાગ્ય, સંપત્તિ, લગ્ન અને સમૃદ્ધિના કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહનું દરેક ગોચર માનવ જીવન અને દેશ-દુનિયા પર ખૂબ જ ઊંડી અસર છોડે છે. વર્ષ 2026ના જૂન મહિનાની શરૂઆતમાં જ એક અત્યંત મહત્વપૂર્ણ અને દુર્લભ જ્યોતિષીય ઘટના બનવા જઈ રહી છે, જે કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય બદલી નાખશે.
આગામી 2 જૂન, 2026 ના રોજ દેવગુરુ ગુરુ મિથુન રાશિ છોડીને પોતાની ઉચ્ચ રાશિ કર્ક માં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં કર્ક રાશિમાં ગુરુનું આ ગોચર અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે, કારણ કે ગુરુ અહીં પોતાની સૌથી મજબૂત અને ઉચ્ચ સ્થિતિમાં હોય છે.
ગુરુ અને પુષ્ય નક્ષત્રનો અદ્ભુત સંયોગ
આ ગોચર માત્ર રાશિ પરિવર્તન પૂરતું મર્યાદિત નથી. જૂન મહિનામાં ગુરુ ગ્રહ શનિના નક્ષત્ર ‘પુષ્ય‘ માં પણ પ્રવેશ કરશે. આ બેવડું ગોચર (રાષિ અને નક્ષત્ર પરિવર્તન) એક અદ્ભુત અને મહાશુભ સંયોગ બનાવી રહ્યું છે. આ દ્વિ યુતિના કારણે 4 ખાસ રાશિના જાતકોના જીવનમાં સૌભાગ્યના દ્વાર ખુલશે અને કારકિર્દી તેમજ વ્યવસાયમાં અપાર નાણાકીય લાભ થવાની સંભાવના છે. ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ:
1. કર્ક રાશિ (Cancer)
ગુરુ ગ્રહનું આ મહાગોચર તમારી પોતાની જ રાશિમાં થઈ રહ્યું છે, તેથી તેનો સૌથી શુભ, સીધો અને સકારાત્મક પ્રભાવ તમારા પર જોવા મળશે. ગુરુ તમારી રાશિમાં આવીને તમને માનસિક અને આર્થિક રીતે મજબૂત બનાવશે.
-
આત્મવિશ્વાસમાં વધારો: આ સમય દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં બબરખમ વધારો થશે. લાંબા સમયથી અટકેલા કે અટવાયેલા કાર્યો અચાનક ગતિ પકડશે.
-
સચોટ નિર્ણયો: તમારી વિચારસરણી અને સમજવાની ક્ષમતા ખૂબ જ શાર્પ બનશે. વ્યવસાય કે કરિયરને લઈને તમે જે પણ નિર્ણયો લેશો તે ભવિષ્યમાં સાચા અને ફાયદાકારક સાબિત થશે. સમાજ અને કાર્યસ્થળ પર તમારું પદ-પ્રતિષ્ઠા વધશે.

2. કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના જાતકો માટે પણ ગુરુનું આ ઉચ્ચ રાશિમાં ગોચર અત્યંત ફળદાયી સાબિત થવાનું છે. ખાસ કરીને આર્થિક મોરચે તમને મોટી સફળતા મળી શકે છે.
-
માન-સન્માન: કાર્યસ્થળ પર તમારી લોકપ્રિયતા વધશે. લોકો તમારી સલાહ, ગાઈડન્સ અને ઇનપુટને વિશેષ મહત્વ આપશે.
-
ધનલાભ: આવકના નવા સ્રોત ઉભા થવાથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી વધારે મજબૂત બનશે.

3. ધનુ રાશિ (Sagittarius)
ધનુ રાશિના સ્વામી ગ્રહ ખુદ દેવગુરુ ગુરુ છે. તેથી, પોતાના આરાધ્ય ગ્રહનું ઉચ્ચ રાશિમાં પ્રવેશવું તમારા માટે દરેક રીતે લકી સાબિત થશે.
-
ઓફિસ પોલિટિક્સથી મુક્તિ: કાર્યસ્થળ પર ચાલી રહેલી સમસ્યાઓ અને રાજકીય મુદ્દાઓ (ઓફિસ પોલિટિક્સ) આપોઆપ ઉકેલાઈ જશે. જો તમે લાંબા સમયથી પ્રમોશન કે મનગમતી જગ્યાએ બદલી (ટ્રાન્સફર)ની રાહ જોઈ રહ્યા હતા, તો જૂન મહિનો ગુડ ન્યૂઝ લઈને આવશે.
-
બિઝનેસ અને આવક: વેપારીઓ માટે બિઝનેસમાં મહત્વપૂર્ણ અને મોટા ફેરફારો કરવાનો આ ઉત્તમ સમય છે. વ્યાપાર અર્થે કરેલી યાત્રાઓ નફાકારક સાબિત થશે. જૂની આર્થિક તંગી દૂર થશે અને કમાણીના નવા માર્ગો ખુલશે.

4. મીન રાશિ (Pisces)
મીન રાશિના સ્વામી પણ ગુરુ ગ્રહ છે. આ નક્ષત્ર અને રાશિ પરિવર્તનથી તમારા કૌટુંબિક જીવનમાં ખુશીઓનો પૂર આવશે.
-
પારિવારિક સુખ: પરિવારમાં જો કોઈ વૈચારિક મતભેદ, ક્લેશ કે તણાવ ચાલી રહ્યો હતો, તો તે હવે પુરો થશે. પરસ્પર પ્રેમ, તાલમેલ અને સંવાદિતા વધશે. નસીબનો પૂરો સાથ મળવાથી તમારા તમામ આયોજિત કાર્યો સમયસર પૂરા થશે, જેનાથી માનસિક સંતોષ મળશે.
-
લગ્ન યોગ: અવિવાહિત જાતકો માટે આ સમયગાળામાં સારા અને આશાસ્પદ લગ્નના પ્રસ્તાવો આવી શકે છે. જેઓ પરિણીત છે, તેમના સંબંધોમાં મધુરતા અને મજબૂતી આવશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષશાસ્ત્ર અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)
