ગુરુ ગોચર 2026: સિંહ રાશિમાં દેવગુરુ બૃહસ્પતિનું પરિવર્તન, આ રાશિઓ પર વધશે સંકટ અને જાણો તમામ 12 રાશિઓનું ફળકથન

જ્યોતિષશાસ્ત્રમાં દેવગુરુ બૃહસ્પતિને સુખ, સૌભાગ્ય, સંપત્તિ, સંતાન અને જ્ઞાનના કારક માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, આગામી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૫૦ વાગ્યે ગુરુ ગ્રહ કર્ક રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તન માત્ર સામાન્ય નથી, પરંતુ ગુરુ કેતુના સ્વામિત્વ હેઠળના પ્રભાવશાળી ‘મઘા નક્ષત્ર’માં પણ પ્રવેશ કરશે. સિંહ રાશિમાં ગુરુ આગામી ૮૬ દિવસ સુધી બિરાજમાન રહેશે, જે તમામ ૧૨ રાશિઓના જીવનમાં કોઈને કોઈ મોટો વળાંક લાવશે.

આવો જાણીએ ગુરુના આ મહત્વપૂર્ણ ગોચરની તમામ રાશિઓ પર કેવી અસર પડશે અને કઈ રાશિના જાતકોએ વિશેષ સાવચેત રહેવાની જરૂર છે:

1. મકર રાશિ (સંકટ અને સાવચેતીનો સમય)
મકર રાશિના જાતકો માટે ગુરુનું આ ગોચર વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત સૂચવે છે. આ સમયગાળા દરમિયાન નોકરી કે વ્યવસાયને લગતા નિર્ણયો ઉતાવળમાં ન લેવા. કાર્યસ્થળ પર જવાબદારીઓ વધી શકે છે અને કાર્યો પૂરા કરવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી શકે છે. આર્થિક બાબતોમાં પણ ખૂબ જ સમજી-વિચારીને આગળ વધવું હિતાવહ છે.

2. કન્યા રાશિ (કાર્ય અને આર્થિક આયોજન પર ધ્યાન આપો)
કન્યા રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન પોતાના કાર્ય અને આર્થિક આયોજન પર વિશેષ ધ્યાન આપવું પડશે. નોકરી કરતા લોકોએ સહકર્મીઓ કે ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે શબ્દોની પસંદગી કાળજીપૂર્વક કરવી. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ કોઈપણ નવી ડીલ કે ભાગીદારીમાં જોડાતા પહેલા શરતો અને નિયમોની ઝીણવટપૂર્વક તપાસ કરી લેવી.

3. મીન રાશિ (નવી જવાબદારીઓ અને સંચાલન)
મીન રાશિના લોકો માટે ગુરુનું ગોચર નવી જવાબદારીઓ લઈને આવી શકે છે. તમે કામમાં વધુ વ્યસ્ત રહેશો અને પ્રોજેક્ટ પૂરો કરવા વધારાના પ્રયત્નો કરવા પડશે. સમય અને ઊર્જાનું યોગ્ય સંચાલન કરવું જરૂરી બનશે. આર્થિક બાબતોમાં અગાઉથી બજેટ બનાવવું અને વ્યક્તિગત સંબંધોમાં ધીરજ રાખવી સમજદારીભર્યું રહેશે.

4. મેષ રાશિ (શિક્ષણ અને કારકિર્દીમાં પ્રગતિ)
મેષ રાશિ માટે ગુરુનું સિંહ રાશિમાં પ્રવેશવું સકારાત્મક શક્યતાઓ લઈને આવશે. શિક્ષણ, સર્જનાત્મક કાર્યો અને કારકિર્દીમાં પ્રગતિની તકો ઊભી થશે. લાંબા સમયથી ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં સારા પરિણામો મળશે અને વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અનુકૂળ છે.

5. સિંહ રાશિ (આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠામાં વધારો)
ગુરુ ગ્રહ તમારી જ રાશિમાં પ્રવેશ કરી રહ્યા હોવાથી આ ગોચર સિંહ રાશિના જાતકો માટે વિશેષ ફળદાયી રહેશે. આત્મવિશ્વાસ, પ્રતિષ્ઠા અને વ્યક્તિગત વિકાસના ક્ષેત્રોમાં સકારાત્મક બદલાવ આવશે. નોકરી કરતા જાતકોને પોતાની ક્ષમતા સાબિત કરવાની ઉત્તમ તકો મળશે.

6. તુલા રાશિ (લાભ અને સામાજિક સંપર્કો)
તુલા રાશિના લોકો માટે આ ગોચર લાભ, નેટવર્કિંગ અને સામાજિક સંપર્કોના માધ્યમે નવી તકો ઊભી કરશે. અટકેલા કાર્યોને વેગ મળશે અને નવા લોકોના સંપર્કો ભવિષ્યમાં આર્થિક લાભ અપાવશે.

7. ધનુ રાશિ (યાત્રા, શિક્ષણ અને ભવિષ્યની યોજનાઓ)
ધનુ રાશિના સ્વામી ગુરુ હોવાથી આ ગોચર ખૂબ મહત્વપૂર્ણ છે. કારકિર્દી, શિક્ષણ, મુસાફરી અને ભવિષ્યની યોજનાઓ સંબંધિત ક્ષેત્રોમાં નવી તકો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું અત્યંત લાભદાયી નીવડશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

ભારતની શાનદાર જીત: અભિષેક-વૈભવની તોફાની બેટિંગથી ન્યૂઝીલેન્ડ હાર્યું, T20 સિરીઝ કબજે

Next Article

ધનતેરસ પહેલા ચંદ્ર-મંગળ યોગથી ચમકશે 4 રાશિઓનું ભાગ્ય, થશે બંપર ધનલાભ

error: Protected Content!