હિન્દુ ધર્મમાં દિવાળી અને ધનતેરસના તહેવારનું વિશેષ મહત્વ છે. આ વર્ષે દિવાળી અને ધનતેરસના તહેવાર પહેલા જકાશમાં એક અદ્ભુત અને શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આગામી 1 નવેમ્બરે ગ્રહોના સેનાપતિ મંગળ અને મન તથા લાગણીઓના કારક ચંદ્રમાની યુતિ થવા જઈ રહી છે.
કર્ક રાશિમાં ચંદ્ર અને મંગળના મિલનથી એક શક્તિશાળી ‘ચંદ્ર-મંગળ યોગ’નું નિર્માણ થશે. ચંદ્રમા અત્યંત ઝડપથી રાશિ પરિવર્તન કરે છે અને જ્યારે તે મંગળની યુતિ કરે છે ત્યારે અનેક શુભ પરિણામો સર્જાય છે. આ વિશેષ યોગની પ્રબળ અસરથી કેટલીક રાશિઓના જીવનમાં સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલી જશે અને તેમને અચાનક ધનલાભ થવાની પ્રબળ સંભાવનાઓ છે. આવો જાણીએ કઈ ભાગ્યશાળી રાશિઓ માટે આ યોગ લકી સાબિત થવાનો છે:

૧. મેષ રાશિ (Mesh Rashi)
મેષ રાશિના સ્વામી ગ્રહોના સેનાપતિ મંગળ સ્વયં છે. આ યુતિથી આ રાશિના જાતકોને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે.
અચાનક ધનલાભની તકો સર્જાશે.
તમારા દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો ભવિષ્યમાં અત્યંત યોગ્ય સાબિત થશે.
વેપારમાં ભાગીદારીથી સારો એવો આર્થિક લાભ થશે.
લાંબા સમયથી અટવાયેલા મકાન કે વાહન ખરીદવાના સપના પૂરા થઈ શકે છે.

૨. કર્ક રાશિ (Kark Rashi)
ચંદ્ર અને મંગળની આ શુભ યુતિ સીધી કર્ક રાશિમાં જ બની રહી છે, કારણ કે કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે અને ત્યાં મંગળ પહેલેથી જ બિરાજમાન છે.
વાહન, જમીન કે પ્રોપર્ટી ખરીદવાના મામલાઓમાં મોટી સફળતા મળશે.
આવકમાં જબરદસ્ત વધારો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.
કોઈ નવા કામની શરૂઆત કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
વિદેશ સંલગ્ન કાર્યો કે નોકરી કરતા લોકોને વિશેષ લાભ મળી શકે છે.

૩. તુલા રાશિ (Tula Rashi)
તુલા રાશિના જાતકો માટે આ ચંદ્ર-મંગળ યોગ ગજબનો ફાયદો લઈને આવી રહ્યો છે.
જીવનમાં ભૌતિક સુખ-સુવિધામાં મોટો વધારો થશે.
નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા પગાર વધારાના (Increment) શુભ સમાચાર મળી શકે છે.
બિઝનેસમેન માટે બંપર કમાણીના સંકેતો છે.
જૂના રોકાણોથી શાનદાર રિટર્ન મળી શકે છે અને મનગમતી નોકરીની તક પણ પ્રાપ્ત થઈ શકે છે.

૪. વૃશ્ચિક રાશિ (Vrishchik Rashi)
વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે.
આવકના નવા સ્ત્રોત ખૂલશે અને ધનલાભના પ્રબળ યોગ બનશે.
કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે.
વડિલાર્જિત સંપત્તિથી મોટો આર્થિક લાભ થઈ શકે છે.
ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)